લખતરના ઢાંકી ગામે પરિવારને ઉંઘતો રાખી તસ્કરો 8થી 10 તોલા સોનું અને રોકડ ઉઠાવી ગયા

લખતર તાલુકાના ઢાંકી ગામમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. ગામના મનસુખભાઈ બાંભણિયાના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂૂપિયાના દાગીના, રોકડની ચોરી કરી છે.…

લખતર તાલુકાના ઢાંકી ગામમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. ગામના મનસુખભાઈ બાંભણિયાના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂૂપિયાના દાગીના, રોકડની ચોરી કરી છે. પરિવારના સભ્યો ઘરના ફળિયામાં સૂતા હતા. આ દરમિયાન અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશી રૂૂમમાં રાખેલી તિજોરી અને ટંકમાંથી કિંમતી દાગીના તેમજ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ચોરીમાં અંદાજે 8થી 10 તોલા સોનાના દાગીના, જેમાં સોનાનું કડું સહિતના દાગીના તેમજ 3 કિલો ચાંદીના દાગીના, જેમાં ચાંદીની ઝાંઝરી, છડા સહિતની કિંમતી વસ્તુઓની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત ઘરમાં રાખેલા રૂૂ. 8,000 રોકડ પણ તસ્કરો લઈ ગયા હતા. આ અંગે મનસુખભાઈ બાંભણિયાએ લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ રૂૂ. 6,84,000ના દાગીના અને રૂૂ. 8,000 રોકડ મળી કુલ રૂૂ. 6,92,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું નોંધાયું છે.

ગામ CCTV કેમેરાથી સજ્જ છતાં ચોરીને અંજામ ઢાંકી ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. પરંતુ આ ઘર રોડ સાઈડમાં થોડું દૂર આવેલું છે. જ્યાં પાછળ તળાવ નજીકથી નીકળી શકાય છે. તેથી આનાથી ચોર વાકેફ હોય તે રસ્તે આવીને ચોરીને અંજામ આપી ગયા હોવાની પૂરી આશંકા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *