શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા વડાળી ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં લોકરમાંથી રોકડ રૂૂ.4 લાખ, બે ચાંદીના સિક્કા સહિત રૂૂ.4.07 લાખની મત્તા ચોરી કરી ગયાનો બનાવ બન્યો છે. હાલ રાજકોટમાં પનીતનગરમાં રહેતા મૂળ વડાળીના વતની ક્ષત્રીય યુવાન દ્વારા આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગળ મેળવવા તપાસ હાથ ધરી છે ચોરીના આ બનાવ માં જણ ભેદુનો હાથ હોવાની શંકા સેવાઇ રહી છે.
મળતી વિગતો મુજબ, હાલ ગોંડલ રોડ પર પુનિતનગર શેરી નંબર ત્રણ આશાપુરા નિવાસમાં રહેતા મૂળ વડાળી ગામના વતની વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ. 41) દ્વારા ચોરીના આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.વિરેન્દ્રસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને પિતાની માલિકીની જમીન વડાળી ગામે આવેલી છે. વાડીએ મકાન છે. ગઈ તારીખ 10/3 ના રોજ બપોરના તેઓ અહીં ગયા હતા ત્યારે તેમણે મકાનમા લોકરમાં ચાર લાખ રોકડ અને ગીફટમાં મળેલા ચાંદીના સિક્કા રાખ્યા હતાં.
બાદમાં તારીખ 13/3 ના ફરિયાદી અહીં વડાળી ગામે આવેલા પોતાના ઘરે આવતા મકાનના તાળા તૂટેલા હોય જેથી ચોરી થયાની શંકા ગઈ હતી.
ઘરમાં તપાસ કરતા ઓશરીની બાજુના રૂૂમના દરવાજા તેમજ લોકર તોડી લોકરની અંદર રાખેલ રોકડ રૂૂ.4 લાખ, બે ચાંદીના સિક્કા, એક ચાંદીનો હાથમાં પહેરવાનો પંજો, એક બલોયુ સહિત 25 ગ્રામ ચાંદી કિં.રૂૂ. 7000 મળી કુલ રૂૂપિયા 4.07 લાખની મત્તા ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પીઆઇ એ.બી. જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ પી.કે. ગામેતીએ તપાસ હાથ ધરી તસ્કરોના સગડ મેળવવા શોધખોળ શરૂૂ કરી છે. ચોરીના આ બનાવમાં જાણભેદુનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે.
