લીંબડીમાં પ્રોફેસરના મકાનમાં તસ્કરો ત્રાટકયા, રોકડ-દાગીના સહિત લાખોની ચોરી

લીંબડી શહેરના ગોલેતરપા વિસ્તારમાં વધુ એક મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. હોમિયોપેથિક કોલેજના પ્રોફેસરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખો રૂૂપિયાની રોકડ અને દાગીના…

લીંબડી શહેરના ગોલેતરપા વિસ્તારમાં વધુ એક મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. હોમિયોપેથિક કોલેજના પ્રોફેસરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખો રૂૂપિયાની રોકડ અને દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, ગોલેતરપા વિસ્તારમાં રહેતા ઉમેશભાઈ આહીર, જે હોમિયોપેથિક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, તેઓ પોતાના સગા-સંબંધીઓના બેસણામાં બહારગામ ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.બપોરે આશરે એક વાગ્યાના સમયે ઉમેશભાઈ ઘરે પરત ફર્યા ત્યારે પાડોશીઓ દ્વારા તેમને ચોરી અંગે જાણ કરવામાં આવી હતી. ઘરમાં તપાસ કરતા અંદાજે રૂૂપિયા 4.50 લાખ રોકડ તેમજ લાખો રૂૂપિયાના સોના-ચાંદીના દાગીના ગાયબ જણાયા હતા. તસ્કરો મોટો મુદ્દામાલ લઈને નાસી છૂટ્યા હોવાનું અનુમાન છે.

સવારમાં પણ નજીકના વિસ્તારમાં અન્ય બે મકાનોમાં ચોરીના બનાવો બન્યા હતા. એક જ દિવસમાં ત્રણ ચોરીની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા જોવા મળી રહી છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો શરૂૂ કરવામાં આવ્યા છે.
શહેરમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને લોકોમાં સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે. આ વિસ્તારમાં હોમગાર્ડ જવાનોના પોઈન્ટ હોવા છતાં ચોરીના બનાવો બનતા સ્થાનિક પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *