મોરબીના લૂંટાવદર નજીક કારખાનામાં બંધ દીવાલની શેડના બાકોરામાંથી પ્રવેશ કરી મશીનના અલગ અલગ કોપર વાયરના કેબલ 1776 ફૂટ કીમત રૂૂ 4,25,000 ની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે રહેતા રાજેન્દ્રભાઈ મનજીભાઈ બાવરવાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે લુંટાવદર ગામની સીમમાં પીપળીયા ચોકડી પાસે ક્યોર અર્થ નામનું કારખાનું આવેલ છે જેમાં અજાણ્યા ચોર ઇસમોએ ગત તા. 23 જુનથી તા. 23 ઓગસ્ટ દરમિયાન મોડી રાત્રીના સમયે કારખાનામાં દીવાલની સેડના બાકોરામાંથી ચોરી કરવાના ગુનાહિત ઈરાદે અપ પ્રવેશ કરી સેડમાં રહેલ પેનલ બોર્ડથી મેન્યુફેક્ચરિંગના તમામ મશીનના અલગ અલગ સાઈઝના કોપર વાયરના કેબલ અંદાજે 1776 ફૂટ જેની કીમત રૂૂ 4,25,000 નો મુદામાલ ચોરી કરી ગયા છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.
અપમૃત્યુના ચાર બનાવ
મોરબી તાલુકા અને ટંકારા તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના ચાર બનાવોમાં ચાર વ્યક્તિના મોત નિપજયા છે. જેમાં પ્રથમ બનાવમાં મોરબીના ઘૂટું ગામની સીમમાં હોલો સેનેટરીના ક્વાર્ટરમાં રહીને કામ કરતા ચંદન અરુણભાઈ પાત્રા (ઉ.વ.25) નામના યુવાને કોઈ કારણોસર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બીજા બનાવમાં મોરબીના અણીયારી ગામે રહેતા જયંતીભાઈ લાલજીભાઈ બાવરવા (ઉ.વ.59) વાળાના પત્ની પેરાલીસીસની બીમારીથી પીડાતા હોવાથી હલનચલન કરી સકતા ના હતા જેની ચિંતા હોવાથી મનોમન લાગી આવતા જયંતીભાઈએ પોતાની જાતે ઘરના રસોડામાં છત પરના હુકમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ત્રીજા બનાવમાં મોરબીની સરકારી હોસ્પીટલમાં ક્રિષ્ના રાજેશભાઈ સોલંકી (ઉ.વ.09) નામની બાળકીને ઉલ્ટી ઉબકા આવતા હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને બાળકીનું મોત થયું હતું ચોથા બનાવમાં મૂળ મધ્યપ્રદેશ હાલ ટંકારાના મોટા ખીજડીયા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા અનિલભાઈ રમેશભાઈ પંચોલી (ઉ.વ.25) નામના યુવાને પોતાની જાતે કોઈ કારણોસર ઝેરી દવા પી લેત સારવાર માટે ટંકારા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કર્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીએ મૃત જાહેર કર્યા હતા મોરબી અને ટંકારા પોલીસે ચારેય બનાવો મામલે વધુ તપાસ ચલાવી છે.
