ચોરીનો પ્રયાસ કરતા હોય તેવા દૃશ્યો સીસીટીવીમાં થયા કેદ
મોરબી શહેરમાં અનેક વખત તસ્કરો ચોરી કરવાના ઈરાદાથી આંટાફેરા કરતા હોય છે ત્યારે તસ્કરો તકનો લાભ લેવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. ગત રાત્રીના મોરબીના આલાપ પાર્કમાં ચાર ચોરોએ ધામાં નાખ્યા હતા.આ તસ્કરો ચોરીનો પ્રયાસ કરતા હોય તેવા દ્રશ્યો સિસિટીવી કેમેરામાં કેદ થયા છે. બીજી તરફ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસોમાં મોરબી ગ્રામ્ય વિસ્તારો, ટંકારાના અમુક વિસ્તારોમાં પણ તસ્કરોની રંઝાળ વધી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.