પી.જી.વી.સી.એલ. કચેરી, લોધીકાના નાયબ ઇજનેર ભાવેશભાઇ વલ્લભભાઈ હાપલીયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ફિસ્ફા રબ્બર કંપની બાલસરના નવા કનેકશન અંગે 66 કેવી. ખીરસરા સબ સ્ટેશન માં થી નવા ફીડરની કુલ લંબાઇ ખુલ્લી વીજ લાઇન 4.015 કી.મી. તેમજ અંડર ગ્રાઉન્ડ 1.69 કી.મી. મંજુર થયેલ હતુ. જેની કામગીરી તા.05/01/2026 થી શરૂૂ કરેલ અને તા.05/02/2026 ના રોજ પૂર્ણ થયેલ હતી. અને તા.08/02/2026 ના રોજ સ્ટાફ આ નવા ફીડરનું પરચુરણ કામ કરવા ગયેલ ત્યારે ખીરસરા-લોધીકા રોડ ઉપરના બાલસ 2 ગામના પાટીયાથી ફિસ્ફા રબ્બર કારખાના તેમજ ત્યાંથી આગળ હરીપર તરવળા રોડ ઉપર ઓમ પ્લાસ્ટીક કારખાના ત રફ જતા રોડ સુધી ઉભા કરવામાં આવેલ વીજ પોલનો વીજ વાયર જણાયેલ નહી જેથી અમારા માણસોએ મને જાણ કર તા હું તુરત જ સ્થળ ઉપર ગયેલ અને જોયેલ તો અંદાજીત 2.4 કી.મી. 100 એમ.એમ. સ્કવેર તેમજ 2-કી.મી. 55 એમ.એમ. સ્કવેર એલ્યુમીનીયમ વીજ વાયર, વીજ પોલ ઉપરથી કોઇ અજાણ્યા માણસો કાપી ઉતારી ગયેલાનું જણાય આ વેલ જેની અંદાજીત કિંમત રૂૂ. 1,80,000 જે વીજ વાયર કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ.
ખીરસરા-લોધીકા રોડ ઉપરના બાલસર ગામના પાટીયાથી ફીસ્ફા રબ્બર કારખાના તેમજ ત્યાંથી આગળ હરીપર તરવળા રોડ ઉપર ઓમ પ્લાસ્ટીક કારખાના તરફ જતા રોડ સુધી પી.જી.વી.સી.એલ. લોધીકા દ્વારા ઉ ભા કરવામાં આવેલ વીજ પોલનો અંદાજીત 2.4 કી.મી., 100 એમ.એમ. સ્કવેર તેમજ 2-કી.મી. 55 એમ.એમ, સ્કવે 2 અંદાજીત કિ.રૂૂ.1,80,000 નો એલ્યુમીનીયમ વીજ વાયર વીજ પોલ ઉપરથી કાપી ઉતારી ચોરી કરી લઇ ગયેલ હો ય છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
