મોરબી માળિયા હાઇવે પર બાઇક અકસ્માતમાં દંપતીને ઇજા
રફાળેશ્વર ચોકડી નજીકથી સીએનજી રીક્ષાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી મોરબી તાલુકા પોલીસે ચોરી કરનાર ઈસમને જામનગર-ખંભાળિયા હાઈવે પરથી ઝડપી લઈને ચોરી થયેલી રીક્ષા રીકવર કરી છે. મોરબીના લાલપર ગામે રહેતા જયદીપભાઈ ચંદુભાઈ ચાવડા નામના યુવાને અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 22 જુનના સાંજના છએક વાગ્યે ફરિયાદીની રીક્ષા જીજે 36 ડબલ્યુ 4543 કીમત રૂૂ 2 લાખ વાળી રફાળેશ્વર ચોકડીથી આગળ જીઆઈડીસી પાસે પોલીસ હેડ ક્વાર્ટર ખૂણા પાસે રાખી હતી જે રીક્ષા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે.
મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. પોલીસે ટેકનીકલ વર્ક અને હુમન સોર્સથી માહિતી મેળવી હતી અને આરોપી જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલ જાખર ગામના પાટિયા પાસે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપી કલ્પેશ ભુરાભાઈ પરમાર રહે હાલ ગૌરીદળ તા. રાજકોટ મૂળ છતર તા. ટંકારા વાળાને ઝડપી લઈને ચોરી થયેલી રીક્ષા જીજે 36 ડબલ્યુ 4543 કીમત રૂૂ 2 લાખ રીકવર કરી વધુ તપાસ ચલાવી છે.
ટંકારાના સજનપર (ઘુનડા) ગામે રહેતા અરવિંદભાઈ માવજીભાઈ જાદવ (ઉ.વ.47) વાળાએ અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા બાઈક ચાલકે પોતાનું બાઈક રોંગ સાઈડમાં ફૂલ સ્પીડમાં ચલાવી મોરબી-માળિયા હાઈવે પર આવેલ ભરતનગર ફાર્મ સામે રોડની કટ નજીક ફરિયાદીના બાઈક જીજે 36 કે 3288 સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો અને ત્યારે રોડ પરથી ટ્રક ક્ધટેનર પસાર થતું હોય જે ટ્રક ક્ધટેનર ફરિયાદીના પત્ની ગીતાબેનના હાથમાં ઠોકર લાગતા હાથમાં ઈજા અને ફરિયાદીને પગમાં અને શરીરે તેમજ ગીતાબેનને હાથમાં, શરીરે અને પાંસળીના ભાગે ફ્રેકચર ઈજા કરી અજાણ્યો બાઈક ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
