પાટડીના વધાડામાં SMCનો દારૂના કટિંગ સમયે દરોડો, 61 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વઘાડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂૂબંધી કાયદા હેઠળ મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વિશ્વકર્મા મંદિર સામે, ફુલાકી ચાર રસ્તા…

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વઘાડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂૂબંધી કાયદા હેઠળ મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વિશ્વકર્મા મંદિર સામે, ફુલાકી ચાર રસ્તા પાસે ખુલ્લા મેદાનમાં ચાલતા ગેરકાયદેસર દારૂૂના વેચાણ પર પોલીસે કાર્યવાહી કરી હતી. આ દરોડામાં કુલ રૂૂ. 61.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહી દરમિયાન, પોલીસે રૂૂ. 25.45 લાખની કિંમતનો 9864 બોટલ/ટીન IMFL દારૂૂ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, રૂૂ. 76,000ની કિંમતના 7 મોબાઈલ ફોન, રૂૂ. 35 લાખની કિંમતના 3 વાહનો અને રૂૂ. 1100 રોકડા સહિત કુલ રૂૂ. 61,24,064નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

પોલીસે સ્થળ પરથી દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવ જીવનસિંહ સોલંકી, મિનેશ ગાંડાભાઈ સોલંકી, પંકજ રાજેશસિંહ રાજપૂત અને પ્રકાશ જકાહીભાઈ પરમાર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, આ કેસમાં મુખ્ય આરોપી ગણપત ઉર્ફે કિશન રેવા પરમાર સહિત 9 આરોપીઓ હજુ પણ ફરાર છે.

આ સમગ્ર ઓપરેશન SMCના PI આર. જી. ખાંટના નેતૃત્વમાં પાર પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ગુજરાત દારૂૂબંધી અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કરવામાં આવી છે. હાલ પાટડી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો શરૂૂ કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓમાં ફારૂૂક ઈશાક મેમણ (ઈંખઋકના રીસીવર), પંબુભા વાઘેલા, ટીનાજી ઠાકુર તેમજ ટ્રક, સ્કોર્પિયો અને હ્યુન્ડાઈ ગ્રાન્ડ 10 કારના માલિક/ડ્રાઈવરનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *