વેરાવળમાં નવનિર્માણ બે બ્રિજની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ

  વેરાવળ શહેર માં બનતા બે ઓવરબ્રીજ ની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ હોય આ અંગે સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા જીલ્લા કલેક્ટર ને આવેદન આપી…

 

વેરાવળ શહેર માં બનતા બે ઓવરબ્રીજ ની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ હોય આ અંગે સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા જીલ્લા કલેક્ટર ને આવેદન આપી કામગીરી વ્હેલીતકે પૂૂૂર્ણ થાય તેવી માંગ કરેલ છે.
આ અંગે સમસ્ત મુસ્લિમ સેવા સમાજ ના પટેલ અફઝલભાઇ પંજા, ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ પ્રમુખ ફારુક ભાઈ મૌલાના, રફિકભાઈ બાબા, ગુલામભાઈ ખાન, અલ્તાફભાઈ ચૌહાણ, સલીમભાઈ સોડા વાળા, ઈરફાનભાઇ સુવિધા સહીત જુદા જુદા સમાજના પટેલો આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પાઠવવામાં આવેલ જેમાં લોકોને પડતી હાલાથી વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા અને રજૂઆત કરવામાં આવી કે આ બંને બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થવું જોઈએ નહીંતર આ વિસ્તાર વધુ પછાત બનશે અને લોકો વધુ તકલીફોનો સામનો કરશે.

વધુમાં જણાવેલ કે, ગુજરાત સરકાર દ્વારા ઓવરબ્રિજ એટલા માટે બનાવવામાં આવે છે કે લોકોને પડતી હાલાકી થી દૂર થાય અને લોકો શ્રેષ્ઠ જીવન વિતાવે પણ વેરાવળ શહેરમાં બનતા બંને ઓવરબ્રિજ એ લોકો ની તકલીફ દૂર કરવાને બદલે લોકોને વધુ પરેશાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા લગભગ ત્રણ વર્ષથી બંને ઓવર બ્રિજ નું કામ થઈ રહેલ છે છતાં આજ સુધી પણ બંને ઓવરબ્રિજ ની પરિસ્થિતિ એ છે કે જાણે આવનાર દસ વર્ષમાં પણ આ બંને બ્રિજ નું કામ પૂર્ણ નહીં થાય તેવું લોકોને લાગી રહ્યું છે એટલું જ નહીં ઓવરબ્રિજને કારણે રસ્તા બિસ્માર હાલતમાં બનેલ છે અને ફક્ત એક જ રસ્તો વેરાવળ પાટણ જવા માટે અવિરત છે જેથી લોકો ખૂબ તકલીફ ભોગવી રહ્યા હોવાનું અંતમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *