ફલાયઓવર પર સ્લીપર બસ સળગી: 43 મુસાફરોનો બચાવ

કાનપુરમાં રામા દેવી ચોકડી નજીક ફ્લાયઓવર પર દિલ્હીથી વારાણસી જઈ રહેલી પલક ટ્રાવેલ્સની એક સ્લીપર બસમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગની…

કાનપુરમાં રામા દેવી ચોકડી નજીક ફ્લાયઓવર પર દિલ્હીથી વારાણસી જઈ રહેલી પલક ટ્રાવેલ્સની એક સ્લીપર બસમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગની ઘટનામાં બસમાં સવાર 43 મુસાફરો ફસાઈ ગયા હતા, પરંતુ રામદેવી ચોકડી પર ફરજ પર હાજર બે બહાદુર પોલીસ કોન્સ્ટેબલોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને સમયસૂચકતા વાપરી અને તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

સળગતી બસમાં કોન્સ્ટેબલોની બહાદુરીથી શુક્રવારે સવારે લગભગ 10:45 વાગ્યે આ અકસ્માત થયો ત્યારે બસ આગનો ગોળો બની ગઈ હતી અને મુસાફરોની ચીસો અને બૂમો સંભળાઈ રહી હતી. ડ્રાઇવર અને કંડક્ટર ભાગી ગયા હતા, જ્યારે મહિલાઓ અને બાળકો અંદર ફસાયા હતા.

રામદેવી ચોકડી પર ફરજ પરના કોન્સ્ટેબલ પુષ્પેન્દ્ર અને સાહિલ ખાન બસ તરફ દોડી ગયા. જીવ બચાવવાની પ્રાથમિકતા સાથે કોન્સ્ટેબલ સાહિલ ખાને જણાવ્યું, બસની છત પરથી આગ ફેલાઈ રહી હતી.
અમે તરત જ બસમાં પ્રવેશ્યા, જ્યાં ધુમાડાથી ગૂંગળામણ થતી હતી. અમે બે-ત્રણ બાળકોને ખોળામાં લીધા અને એક ગર્ભવતી મહિલાને સુરક્ષિત બહાર કાઢી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *