રાજકોટ, પોરબંદર, ભાવનગર અને બનાસકાંઠામાં આગામી 7 દિવસ સુધી તીવ્ર હીટવેવનું મોજું ફરી વળે તેવી આગાહી : મે માસના પ્રથમ 10 દિવસનું રાજકોટનું સરેરાશ તાપમાન 42.8 ડિગ્રી
સમગ્ર ભારત અત્યારે હવામાનના બે વિરોધાભાસી મિજાજનો સામનો કરી રહ્યું છે. એકતરફ ગુજરાત અને રાજસ્થાનમાં સૂર્યનારાયણ લાલચોળ થયા છે, તો બીજીતરફ ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ જામ્યો છે. ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ) એ આજે સોમવારે ચેતવણી જાહેર કરી છે કે આગામી દિવસોમાં ગરમી અને વાવાઝોડાની આ જુગલબંધી જનજીવન પર મોટી અસર કરી શકે છે.ગુજરાતના નાગરિકો માટે આગામી એક સપ્તાહ કસોટીભર્યું રહેવાનું છે. રાજ્યમાં ઉનાળો હવે તેના રૌદ્ર સ્વરૂૂપમાં આવી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નોર્થ-ઈસ્ટ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુ લેશનની અસરને કારણે ગુજરાતમાં ગરમ પવનો ફૂંકાશે. રાજકોટ, પોરબંદર, ભાવનગર અને બનાસકાંઠામાં આગામી 7 દિવસ સુધી તીવ્ર હીટવેવ ફરી વળશે.
આકાશમાંથી વરસતી અગનજ્વાળાઓએ અનેક મોટા શહેરોના રેકોર્ડ તોડી નાખ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે રસ્તાઓ પર પગ મૂકવો પણ મુશ્કેલ બન્યો છે. અત્યારે ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. સૂર્યદેવના આકરા મિજાજને લીધે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો છે. આ આકરી ગરમીને કારણે જનજીવન પર માઠી અસર પહોંચી છે. પવનની ગતિ અને વાતાવરણમાં આવેલા ફેરફારથી અગનવર્ષા જેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે જાણો, ગુજરાતનું કયું શહેર અત્યારે સૌથી ભયાનક ગરમીનો સામનો કરી રહ્યું છે અને ક્યાં પારો જોખમી સપાટી વટાવી ગયો છે.
રવિવારે રાજકોટમાં ગરમીનો આતંક જોવા મળ્યો જેમાં રાજકોટનું તાપમાન 44.3 ડિગ્રી નોંધાયો. મેના પ્રથમ 10 દિવસમાં સરેરાશ તાપમાન 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે .
ત્યારે આજે સવારે 8:00 વાગ્યાની સ્થિતિએ તાપમાન 30 ડિગ્રી નોંધાયો હતો. રવિવારના રોજ રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર તરીકે પણ ઓળખાયું છે. કહી શકાય કે કુદરતના કહેરે જનજીવનને બાનમાં લીધું છે. કાળઝાળ ગરમીને જોતા વહીવટી તંત્ર દ્વારા બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂૂરી બહાર ન નીકળવા, સુતરાઉ કપડાં પહેરવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી (પાણી, છાશ, લીંબુ શરબત) લેવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
