કચ્છ સરહદે પાક.ના છ ડ્રોન તોડી પડાયા

ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, એક ડ્રોન ગાંધીધામ સુધી પહોંચતા બન્ને શહેર લોક કરાયા અબડાસા-નખત્રાણા-લખપત-નલિયામાં સુરક્ષા વધારાઈ, લોકોને બહાર નહીં નીકળવા અપીલ, બનાસકાંઠામાં પણ…

ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, એક ડ્રોન ગાંધીધામ સુધી પહોંચતા બન્ને શહેર લોક કરાયા

અબડાસા-નખત્રાણા-લખપત-નલિયામાં સુરક્ષા વધારાઈ, લોકોને બહાર નહીં નીકળવા અપીલ, બનાસકાંઠામાં પણ 15 ડ્રોન દેખાયા

ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલ યુદ્ધ વચ્ચે આજે સવારે પાકિસ્તાને ગુજરાતની સરહદને નિશાન બનાવી છે અને કચ્છ સરહદે ભૂજ, અબડાસા, આદિપુર, અને કંડલા આસપાસ ડ્રોન હુમલો કરતા છ ડ્રોન ભારતીય સેનાએ ધ્વસ્ત કરી દીધા હતાં. જ્યારે આ હુમલાના પગલે ભૂજ શહેરને લોક કરી દેવામાં આવ્યું છે અને સરહદના અનેક ગામોમાં સુરક્ષાના કારણોસર વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવેલ છે. લોકોને સલામત સ્થળે રહેવા અને કામવગર બહાર નહીં નિકળવા અપીલ કરવામાં આવી છે.આ સિવાય બનાસકાંઠા સરહદે રાત્રી દરમિયાન 15 જેટલા પાકિસ્તાની ડ્રોન દેખાયા હતાં જો કે, આ તમામ ડ્રોન રેકી કરીને પરત પાક. સરહદમાં જતા રહ્યા હતાં.

મળતી માહિતી મુજબ વાયુસેનાએ ભૂજ પાસે બે પાક. ડ્રોન તોડી પાડ્યા હતા. જ્યારે નલિયા-આદિપુર પાસે ચાર પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં ડ્રોનના અનેક હુમલાઓ નિષ્ફળ કરાયા હતા. સરહદી વિસ્તાર જ નહી પરંતુ ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. પાકિસ્તાની ડ્રોન ગાંધીધામ સુધી પહોંચ્યું હતું. સમગ્ર કચ્છ જિલ્લામાં વધારાનો બંદોબસ્ત વધારાયો છે. ભુજ, ગાંધીધામના અનેક રસ્તાઓ પર બેરીકેટ લગાવાયા છે.

આદિપુરમાં પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હતું. તે સિવાય અબડાસામાં જોવા મળેલું પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હતું. જ્યારે આદીપુર શહેરના રહેણાક વિસ્તારમાં સવારે 9 વાગ્યે પાક.ડ્રોન તુટી પડ્યું હતું. આ સિવાય આદિપુરમાં એસઓજીની ઓફિસની બાજુમાં એસઆરસીના ખાલી પ્લોટમાં ડ્રોન તોડી પડાયુ હતું. કચ્છ કલેક્ટરે સોશિયલ મીડિયા મારફતે લોકોને અપીલ કરી હતી. તેમણે લોકોને બિનજરૂૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી. ભૂજમાં મોટાભાગના વિસ્તારોમાં વાહન વ્યવહાર બંધ કરાયો. નખત્રાણા, લખપત, નલિયા વિસ્તારમાં સુરક્ષા વધારાઈ હતી.

ભુજ શહેરમાં ઈમરજન્સી સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવાનો આદેશ કરાયો હતો. કરછ કલેક્ટર દ્વારા તમામ જનતાને આદેશ અપાયો હતો. ભુજ શહેરમાં તમામ વેપાર ધંધા બંધ કરાયા હતા. લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરાઇ હતી. કામ સિવાય ઘરની બહાર ના નીકળવા માટે પણ અપીલ કરાઇ હતી.
શુક્રવારે મોડી રાત્રે ગુજરાતના બે જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. બનાસકાંઠામાં 15 પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા અને રેકી કરીને જતાં રહ્યા હતા. જ્યારે કચ્છ જિલ્લામાં ભૂજ, કુંવરબેટ અને લક્કીનાળામાં ડ્રોન દેખાયા દેખાયા હતા. જેમાંથી એક ડ્રોનને આકાશમાં જ તોડી પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતના કચ્છ જિલ્લા બનાસકાંઠા અને પાટણના સરહદી ગામોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *