ગુજરાત

સ્કૂલ રિક્ષામાં પાટિયા પર બેસાડવાની મનાઇ, બસમાં CCTV ફરજિયાત

Published

on

વર્ધીમાં ચાલતા વાહનો માટે જાહેરનામું: દફતર બહારની સાઇડ લટકાવવા પર પ્રતિબંધ: ૠઙજ લગાવવા નિર્દેશ


રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ બાદ તંત્ર વધારે સતર્ક થયુ છે. બાળકોની સલામતી માટે સ્કૂલવર્ધીમાં દોડતા વાહનો માટે નિયમો જાહેર કરવામાં આવ્યાં છે અને તેની અમલવાહી કરવા માટે કડક નિર્દેશ અપાયા છે. આ નિર્દેશનું પાણી નહી કરનાર સામે કડક કાર્યવાહીના આદેશ ફરવામાં આવ્યાં છે. નિર્દેશો અનુસાર બસના બાહ્ય ભાગમાં ડ્રાઇવરની માહિતી નામ,સરનામું, લાઇસન્સ નંબર, બેજ નંબર અને શાળાનો કે બસ માલિકનો ટેલીફોન હેલ્પલાઇન નંબર અને રજીસ્ટ્રેશન નંબર, વાહનની અંદરની અને બહારની તરફ સ્પષ્ટ દેખાય તથા વંચાય તે રીતે કોન્ટ્રાસ્ટ રંગમાં બસમાના મુસાફર અને જાહેર જનતાને બહારથી પણ સ્પષ્ટ રીતે દેખાય તેવી રીતે લખવાના રહેશે.


ઉપરાંત બસની બારીઓ પર આડી પટ્ટીઓ અને જાળી, દરવાજા પર વિશ્વાસનીય લોક તેમજ બસમાં આપાતકાલીન સમયે બહાર જવા માટેનો દરવાજો રાખવાનો રહેશે. આ અંગે શાળા પ્રશાસનએ જવાબદારી સુનિશ્ચિત કરવાની રહેશે. સ્કુલ બસમાં સ્પીડ ગવર્નર લગાવવું ફરજિયાત રહેશે. દરેક સ્કૂલ બસમાં એબીસી પ્રકારના પાંચ કિલોની ક્ષમતાવાળા અને આઈએસઆઈ પ્રમાણિત કરાયેલ બે અગ્નિશામક જેમાંથી એક ડ્રાઇવર કેબીન અને બીજું આપાતકાલીન દ્વાર પાસે રાખવાનું રહેશે,તેના વપરાશ અંગે ડ્રાઇવર,કંડકટર,એટેન્ડન્ટને તાલીમ આપવાની રહેશે.


બસની બેઠકો બિનદહનશીલ પદાર્થમાંથી બનાવેલી હોવી જરૂૂરી, જીપીએસ સિસ્ટમ અને સીસીટીવીની વ્યવસ્થા સાથે દરેક સ્કૂલ બસમાં તે ફરજિયાત કાર્યરત અવસ્થામાં રાખવાના રહેશે. સ્કુલ બસમાં એક પ્રાથમિક સારવાર પેટી, કટોકટીના સમયે ચેતવણી આપવા માટે એલાર્મ બેલ લગાવવાના રહેશે તેમજ બસમાં કાચ પર ફિલ્મ કે પડદા લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. બસના ડ્રાઇવર પાસે અધિકૃત ડ્રાઇવિંગ લાઇસન્સ, ટેક્સ પરમીટ,પીયુસી તેમજ સ્કૂલ બસના મુસાફરોનો માન્ય વીમો રાખવાનો રહેશે. ડ્રાઇવરની શારીરિક યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત રહેશે જે સમયાંતરે રીતે રિચેકઅપ સાથે મેળવતા રહેવાનું રહેશે.


સ્કુલ વર્ધી માટે વપરાતી ઓટોરિક્ષા-વાનમાં આરટીઓ માન્ય કેપેસિટી જેટલા જ બાળકો બેસાડવાના રહેશે.આ વાહનો પર સ્કૂલ વર્ધી એમ સ્પષ્ટ દેખાય તે પ્રમાણે લખવાનું રહેશે.જેમાં પ્રાથમિક સારવારની પેટી,અગ્નિશામક સાધનો, ઉતારું કમ્પાર્ટમેન્ટની વધારાની બેઠક વ્યવસ્થા, બારીઓ પર જાળી રાખવી ફરજિયાત રહેશે. રીક્ષા-વાનમાં સીએનજી એલપીજી સિલેન્ડર પર પાટિયું રાખીને કે ડ્રાઇવરની સીટ પર બાળકોને બેસાડી શકાશે નહીં. વાહનમાં બાળકોના દફતર બહારની બાજુ લટકાવી શકાશે નહીં તેમજ ચારે તરફ લાલ રંગમાં સ્કૂલ વાન શબ્દ ચિતરાવવાનો રહેશે.તમામ સૂચનાઓની અમલવારી શાળા, કોલેજ કોચિંગ ક્લાસના આચાર્ય-સંચાલક તથા બસ-રિક્ષાવાળાના માલિક તથા ડ્રાઇવરોએ કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. તેવું જાહેરનામુ જિલ્લા મેજિસ્ટેટ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version