ગુજરાત

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

Published

on

પાકની સાથે ધોવાણ થયેલ જમીનનો સરવે કરવા માંગ: 30 ગામના ખેડૂતો મુખ્યમંત્રીને કરશે રજુઆત

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ખેડૂત સંમેલનની બેઠકમાં હુંકાર

હાલાર વિભાગ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ખેડૂત સંકલન સમિતી ના બેનર હેઠડ બાલંભા ગામે પ્રમુખ દિલીપભાઈ પરમારની આગેવાનીમાં જામનગર જિલ્લાના જોડિયા નજીક આજી-4 ડેમના પુરથી નીચાણ વાળા ગામો મોરાણા, માધાપર, સામપર, હિરપર, બાલંભા, રણજિતપર, જામસર, ભીમક્ટા, ઉપરવાસના ગામો બોડાકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ, ટીંબડી, સહિત 30 જેટલા ગામના ખેડૂતો હાલમાં અતિવૃષ્ટિ અને આજી-4 ડેમના પુરથી નદીના કાંઠા ક્ષેત્રના ધોવાણને કારણે ભારે આથીક સંકટનો સામનો કરી રહ્યા છે.


ચાલુ વર્ષે ઓગસ્ટમાં થયેલા અતિવૃષ્ટિને કારણે આજી-1, આજી-2, આજી-3, આજી-4 ડેમ ઓવરફ્લો થતાં, તેનું પાણી ખેતરોમાં પ્રવેશી ગયું હતું. આના કારણે ખેડૂતોના મુખ્ય પાકો જેવા કે મગફળી, કપાસ, એરંડા, તુવેર ,અડદ, અને ગુવારને ભારે નુકસાન થયું છે. બાગાયતી પાકો પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે. આજી-4 ડેમના પુરથી નદીના કાંઠા ક્ષેત્રના ધોવાણને કારણે ત્રીસથી વધુ ગામોના ખેડૂતો મોટી સ્ખ્યામાં હજાર રહિયા હતાં. જમીનને થયેલા નુકશાન અગે મળેલી મિટિગમાં ધરતી પુત્રો પર આવેલ અતિવૃષ્ટિના મારાથી સરકાર માં યોગય રજુવાર કરી આજી-4 ડેમના પુરથી નદી કાંઠા ક્ષેત્રના ધોવાણને કારણે થતા નુકશાન અગે નિરાકર્ણ લાવા માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવતા દિવસો માં ગાંધીનગર ખાતે ધરતી પુત્રોની મોટી સ્ખ્યાં માં વિશ્તૃત માહિત સાથે લેખિતમાં રજુવાત કરવામાં આવશે.


આ ઉપરાંત, હાલમાં જમીનોના સેઢા તૂટી ગયા છે. અને જમીનમાં ધોવાણ થવાથી વોકરા પડી ગયા છે. જમીનો પરથી બહારથી આવેલ માટી, પથ્થરો અને અન્ય કચરાના ઢગલા થઈ ગયા છે. આવી વિપત્તિ છેલ્લા વીસ વર્ષથી આ પાણી ના મારને અમે ખેડૂતો સહન કરતાં આવેએ છે, જેના કારણે ખેડૂતો પાસે પુનર્વસન માટે પૂરતું સાધન નથી. સરકાર દ્વારા બનાવેલ અધકચરા બંધ પાળા તૂટી જવાને કારણે સરકારી નાણાનો દુરૂૂપયોગ થયો છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો સરકાર પાસેથી તાત્કાલિક સહાય, ધોવાણ થયેલ જમીનને સરખી કરવા માટે સાધન સામગ્રી, ખેતરો અને વાડીએ જવાના રસ્તાઓનું સમારકામ, આજી-4 નદીના પટ વિસ્તારમાંથી રેતી કાઢવાની લીઝ બંધ કરવા, પાક અને જમીન ધોવાણની બાબતે સર્વે કરી નુકસાની મુજબ સહાય ચુકવવા, નદીમાં જતી રહેલ જમીન અને તણાઈ ગયેલ સાધન સામગ્રીનું વળતર આપવા વિનંતી કરી રહ્યા છે.

ખેડૂતો જણાવી રહ્યા છે ઘણી આશાઓ સાથે વિવિધ પાકોનું મોટા ખર્ચ કરી વાવેતર કર્યું હતું કે સીઝન સારી જશે તો આવનાર તહેવાર સારા જશે પરંતુ વરસાદી પાણીમાં પાક ડૂબી જતા ખેડૂતોની તમામ આશાઓ પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે. ત્યારે 76-કાલાવડ બેઠકના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા વિકાસ અધિકારી- જોડિયા તાલુકા પંચાયત, જીલ્લા વિકાસ અધિકારી- જામનગર જીલ્લા પંચાયત, જામનગર જીલ્લા કલેકટર, ને ખેડૂતો નિષ્ફળ પાક હાથમાં લઈ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે કે ના માત્ર પાક નુકસાન પરંતુ જમીન ધોવાણનું પણ સર્વે કરવામાં આવે અને યોગ્ય સહાય ચૂકવવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version