કચ્છ

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

Published

on

રાપર તાલુકાના ગાગોદર ગામે પાણીના ખાડામાં કપડા ધોતી વખતે અને ન્હાતી વખતે સાત બાળકો પાણીમાં ડુબવા લાગ્યા હતો. જે પૈકી સલેમાન ધોનાની દિકરી તથા ઉમરદિન ધોનાના પત્ની એવા સેનાજબેન (ઉ.વ. 24) તથા તેમના કુટુંબિ ભાઈ ફારૂૂક હબીબ ધોના (ઉ.વ. 16)નું મોત થયું હતું. જ્યારે અન્યોને બચાવી લેવાયા હતા.
કાનમેર ગામમાં રહી મજુરી કામ કરનાર પરિવારની મહિલાઓ સાથે આજે બપોરે બાળકો પણ કપડાં ધોવા, ન્હાવા ગયા હતા. ગામમાં પશ્ચિમ બાજુએ આવેલા પાણીના ખાડા પાસે આ પરિવારજનો બપોરે પહોંચ્યા હતા જેમાં બે મહિલાઓ કપડાં ધોઈ રહ્યાં હતા.


જ્યારે બાળકો થોડા આગળના ભાગે ન્હાઈ રહ્યાં હતા. ખાડામાં ન્હાતી વખતે ફારૂૂક આગળ નિકળી જતાં તે ડૂબવા લાગ્યો હતો. તેણે રાડા રાડ કરતાં તેના કુટુંબિ બહેન શેનાજ તેને બચાવવા ગયા હતા અને બંને પાણી ભરેલા ખાડામાં ડૂબવા લાગ્યા હતા. આ જોઈને પરિવારના અન્ય કિશોર, કિશોરીઓ તેમને બચાવવા જતાં સાત બાળકો ડૂબી રહ્યાં હતાં. રાડારાડના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. આ સાત બાળકો પૈકી અમુકને તરતા આવડતા તે નિકળી ગયા હતા અને અન્યોને લોકોએ રસ્સી વડે બહાર ખેંચી લીધા હતા. જ્યારે મહિલા અને તેના કુટુંબિ ભાઈ ફારૂૂક પાણીમાં ગરક થયા હતા. બાદમાં આ બંનેને બહાર કાઢીને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબિબો બંનેને મૃત જાહેર કરાયા હોવાનું ગાગોદરના પી.આઈ. બી. એ. સેંગલએ જણાવ્યું હતું. હર્ષોલ્લાસના ઈદ પર્વના બીજા દિવસે એકીસાથે ભાઈ-બહેનના મોતને પગલે સમગ્ર પંથકમાં ભારે માતમ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version