રાષ્ટ્રીય

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

Published

on

વન નેશન વન ઈલેક્શનને લઈને દેશમાં ઘણાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે મોદી સરકારની કેબિનેટે આ અંગે એક મોટો નિર્ણય લેતાં. ઉલ્લેખનીય છે કે જેના પરથી જ મોદી સરકારે આ નિર્ણય લીધો છે.’વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી છે. પ્રસ્તાવને મંજૂરી આપી સૌને ચોંકાવી દીધા છે. આ અંગે મોદી સરકાર હવે શિયાળુ સત્રમાં બિલ રજૂ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ માર્ચમાં વન નેશન વન ઈલેક્શનની શક્યતાઓ પર પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં આપવામાં આવેલા સૂચનો અનુસાર, પ્રથમ પગલા તરીકે, લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. સમિતિએ વધુમાં એવી ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજવી જોઈએ. આ સાથે, સમગ્ર દેશમાં તમામ સ્તરે ચૂંટણી એક નિશ્ચિત સમય ગાળામાં યોજવામાં આવી શકે છે. હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ-અલગ યોજાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version