જોડીયા શહેરમાં પાઠશાળા પાસે વડેરા શેરી વિસ્તારમાં રહેતા 21 વર્ષના અભયરાજસિંહ અશોકસિંહ જાડેજાએ તા.1 સપ્ટેમ્બરના સાંજે છ વાગ્યા પહેલાંના સમયે પોતાના રહેણાંક મકાનના નીચેના રૂૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પોલીસમાં નોંધાયેલી હકીકત મુજબ અભયરાજસિંહની બહેન રક્ષાબંધન કરવા માટે આવી હતી અને સાતમ-આઠમના તહેવાર માટે રોકાઈ જવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ રોકાયા વિના જામનગર પોતાના ઘરે જતા રહ્યા હતા. આ બાબતે અભયરાજસિંહ મુંઝવણમાં રહેતા હતા, અને મનમાં લાગી આવતાં રૂૂમનો દરવાજો અંદરથી બંધ કરી છતના લોખંડના હુક સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે માતા ગુલાબબાએ જોડીયા પોલીસમાં જાણ કરતાં પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હાપા રેલવે સ્ટેશન ખાતે પ્રોહિબીશન વોચ દરમિયાન પોલીસે પ્લેટફોર્મ નં.2 પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 96 પ્લાસ્ટિકની બોટલ સાથે રાજકોટના બે શખ્સોને ઝડપી લીધા હતા. હાપા રેલવે પોલીસના જવાનોએ તા.2 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબીશન વોચ ગોઠવી હતી.
દરમિયાન તિરુનેલવેલી-જામનગર ટ્રેન પ્લેટફોર્મ નં.2 પર આવીને રવાના થયા બાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી. સવારે આશરે 5:20 વાગ્યે પ્લેટફોર્મ નં.2ના અલીયાબાડા તરફના છેડા પાસે બાથરૂૂમ નજીક બે શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળતાં પોલીસે તેમને રોકી પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પ્રતિપાલ અકુલદાસ બાવાજી, ઉંમર 36, રહે. અર્પણ પાર્ક, રેલનગર, પોપટપરા, રાજકોટ તથા વિમલ હરેશભાઈ ઉકેડીયા, ઉંમર 34, રહે. પોપટપરા, રાજકોટ મળી આવ્યા હતા. બંનેના ખભા પર એક-એક કીટ બેગ હતી. પ્રતિપાલ પાસેથી બ્રાઉન રંગની તથા વિમલ પાસેથી વાદળી રંગની ચામડાની બેગ મળી હતી.
બંને બેગની તલાશી લેતાં મેકડવેલ્સ નંબર વન ઓરિજિનલ બ્લેન્ડેડ વ્હિસ્કીની 180 મિલીલીટરની, ‘ફોર સેલ ઇન ગોવા’ લખેલી સીલબંધ પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી. બંને પાસેથી અલગ-અલગ 48-48 બોટલ મળી કુલ 96 બોટલ મળી આવી હતી.
એક બોટલની કિંમત રૂૂ.85 મુજબ દારૂૂની કુલ કિંમત રૂૂ.8,160 થતી હતી. બંને શખ્સો પાસે દારૂૂ અંગેનો પાસ-પરમિટ ન હોવાનું જણાતાં હાપા રેલવે પોલીસે બંનેની ધરપકડ કરી પ્રોહિબીશન એક્ટની કલમ 65(એ)(એ) તથા 116(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
