SIR પ્રક્રિયા ગેરકાયદે, વિપક્ષો ચૂંટણીનો બહિષ્કાર કરે: પૂર્વ ગૃહસચિવનો ખુલ્લો પત્ર

  કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહ સચિવ આર.કે. સિંહે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું છે કે, 2003 પછી ચૂંટણી…

 

કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહ સચિવ આર.કે. સિંહે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું છે કે, 2003 પછી ચૂંટણી નોંધણી અધિકારીઓ (EROs) દ્વારા યાદીમાં સામેલ કરાયેલા તમામ મતદારોના નામ કોઈ પણ આધાર કે તપાસ વિના અને નોંધાયેલા મતદારોને કોઈ પણ કારણદર્શક નોટિસ (show cause notice) આપ્યા વિના દૂર કરવામાં આવ્યા છે, જે સ્પષ્ટપણે ગેરકાયદેસર છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર પોસ્ટ કરાયેલા એક ખુલ્લા પત્રમાં, નિવૃત્ત IAS અધિકારીએ વિપક્ષી પક્ષોને પણ અપીલ કરી હતી કે જ્યાં સુધી CEC અને અન્ય ચૂંટણી કમિશનરો રાજીનામું ન આપે ત્યાં સુધી તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરે. “શું તમે ઈચ્છો છો કે ભારત લોકશાહી દેશ બની રહે? તો પછી તમારે સમજવું પડશે કે CEC જ્ઞાનેશ કુમાર અને તેમના ઉપરી અધિકારીઓ કહેવાતા SIR (સ્પેશિયલ રિવિઝન)માં શું કરી રહ્યા છે. તેઓ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે,”

બિહારના આરા સંસદીય મતવિસ્તારના ભૂતપૂર્વ સાંસદ સિંહે કહ્યું કે કાયદાની કલમ 21 મુજબ, ’વિશેષ પુનરાવર્તન’ (special revision) માત્ર ખાસ કિસ્સાઓમાં જ હાથ ધરવાનું હોય છે, જેના કારણો દરેક કિસ્સામાં લેખિતમાં નોંધવા જરૂૂરી છે; અને તે પણ કોઈ ચોક્કસ મતવિસ્તાર અથવા મતવિસ્તારના કોઈ ભાગ પૂરતું જ મર્યાદિત હોવું જોઈએ.

તેમણે ભારપૂર્વક કહ્યું કે સમગ્ર દેશ માટે સઘન પુનરાવર્તન(special revision) કરવું ગેરકાયદેસર હતું.
સિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટના જઈંછ ચુકાદાએ તેની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે અને તે કટોકટી (ઇમરજન્સી)ને માન્યતા આપતા ચુકાદા જેટલો જ બદનામીભર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી કમિશનરોની પસંદગીના કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં વિલંબ એક ખરાબ સંદેશ આપી રહ્યો છે. “ચાલો આપણે આપણા લોકતંત્રને બચાવવા માટે એક થઈએ,”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *