વેરાવળ શહેર નજીક બાયપાસ રોડ પર વાડી વિસ્તારમાં સિંહ પરીવાર દેખાયો હતો. આ સિંહ-સિંહણ અને બે સિહ બાળનો વીડિે વાયરલ થયેલ છે. આ સિંહ પરીવાર છેલ્લા ત્રણેક દીવસથી ફરતો દેખાતા સ્થાનીકોમા ભય પ્રસર્યો છે.
નમસ્તે સર્કલ આસપાસ રહેણાક વિસ્તારના બગીચાઓમા સિંહોના આટા ફેરાથી લોકોમા ફફડાટ ફેલાયો છે અને સમી સાંજ બાદ લોકો ઘર બહાર જવાનું ટાળી રહ્યા છે. (તસ્વીર મીલન ઠકરાર – વેરાવળ)