ચાંદીમાં ફરી ચમક: રાજકોટમાં ચાંદીનો ભાવ રૂપિયા 2,54,000 પર પહોંચ્યો

છેલ્લા 15 દિવસમાં ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ થયા બાદ આજે ચાંદી ફરી અઢી લાખનેં પાર થઈ : સોનુ 1,42,300 પર પહોંચ્યું: શેરબજારમાં સુસ્તી; રિલાયન્સ બે…

છેલ્લા 15 દિવસમાં ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ થયા બાદ આજે ચાંદી ફરી અઢી લાખનેં પાર થઈ : સોનુ 1,42,300 પર પહોંચ્યું: શેરબજારમાં સુસ્તી; રિલાયન્સ બે દિવસમાં 80 રૂા. ગગડયો

અમેરિકા દ્વારા વેન્ઝુયેલા પરના હુમલા બાદ સોના-ચાંદીમાં ફરી તેજી શરૂ થઈ છે. ગઈકાલે અમેરિકી શેર બજારમાં પણ ડાઉ જોન્સ ઓલ ટાઈમ હાઈ પર જોવા મળ્યો હતો અને ડાઉન જોન્સના 18 શેરોમાં પણ ઉચ્ચત્તમ ભાવ જોવા મળ્યા હતાં. શેર બજારની તેજીની સાથે સાથે સોના ચાંદી માર્કેટમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીમાં 4000 રૂા. અને સોનામાં રૂા.600 નો વધારો નોંધાયો છે.ભારતમાં સોના ચાંદીએ દિવાળી પૂર્વે શાનદાર તેજી જોવા મળી હતી.

પરંતુ દિવાળી બાદ ચાંદીમાં મોટી અફડાતફડી પણ જોવા મળી હતી. એક સમયે તો દિવાળી પછી ચાંદી 1,60,000 રૂા. સુધી આવી ગઈ હતી. પરંતુ ત્યારબાદ અવિરત તેજી જોવા મળ્યા હતાં. ગત સપ્તાહમાં ચાંદીમાં 20,000 રૂા.નું ગાબડુ યડયું હતું. જો કે આજે ચાંદીમાં ફરી 4,000 રૂા.વધતા ચાંદીનો ભાવ અઢી લાખને પાર થઈ ગયો છે. અમેસીએકસમાં આજે ચાંદી પ્રતિ કિલોએ 2,40,100 જોવા મળી રહ્યો છે. જ્યારે રાજકોટમાં ચાંદીનો હાજર ભાવ 2,54,000 સુધી પહોંચ્યો છે. સોનાની વાત કરીએ તો આજે એમસીએકસમાં સોનુ 1,38,515 પર જોવા મળી રહ્યું છે અને રાજકોટમાં સોનાનો હાજર ભાવ 1,42,200 જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 4465 ડોલર અને ચાંદી 78.79 ડોલર પ્રતિ ઓંસ પહોંચ્યું છે.

બીજી બાજુ ભારતીય શેર બજારમાં આજે પણ નરમાઈ જોવા મળી હતી. સેન્સેકસ 85366, નિફટી 26,260 અને બેંક નિફટી 60,290 પોઈન્ટ જોવા મળી છે. જો કે આજે ટાટા જુથના ટ્રેન્ટ કંપનીના શેરમાં 7 ટકાનો મોટો કડાકો બોલ્યો હતો તો બીજી તરફ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેરમાં પણ આજે મોટું ગાબડુ પડયું હતું. છેલ્લા બે દિવસમાં રિલાયન્સના શેરમાં 80 રૂા.નો ઘટાડો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *