લિંક્ડઈનના સહ-સ્થાપક રીડ હોફમેને સિલિકોન વેલીના ટેક લીડર્સને ટ્રમ્પ પ્રશાસનની કડક ઈમિગ્રેશન નીતિઓ અને મિનિયાપોલિસમાં થયેલી નાગરિકોની હત્યા વિરુદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી છે. હોફમેને સ્પષ્ટપણે જણાવ્યું કે ટેક જગતે ટ્રમ્પ સામે ઘૂંટણિયા ટેકવવા જોઈએ નહીં. ગૂગલના જેફ ડીન અને વિનોદ ખોસલા જેવા અગ્રણીઓએ પણ ટ્રમ્પના આ અભિયાનની આકરી ટીકા કરી છે.
મિનિયાપોલિસમાં ફેડરલ એજન્ટ્સ દ્વારા બે અમેરિકન નાગરિકોની હત્યા બાદ લિંક્ડઈનના કો ફાઉન્ડર રીડ હોફમેને ગુરુવારે કહ્યુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ વધુ ટેક લીડર્સે ખુલીને બોલવું જોઈએ. હોફમેન સિલિકોન વેલીની એ ઘણી હસ્તીઓમાંથી એક છે કે જેમણે શહેરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા ચલાવવામાં આવેલી ઈમિગ્રેશન પોલિસીની ટીકા કરી છે.
રેની ગુડ અને એલેક્સ પ્રીટીની હત્યાઓએ અમેરિકામાં ટ્રમ્પની વિરુદ્ધ માહોલ બનાવી દીધો છે. તેને કારણે વ્હાઈટ હાઉસ પોતાની પ્રતિષ્ઠાને થયેલી નુકશાનીની ભરપાઈ માટે સંઘર્ષ કરી રહ્યું છે.
ડેમોક્રેટિક પાર્ટીના દાનદાતા અબજો પતિ હોફમેન મિનેસોટા શહેરમાં ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસીના અભિયાનની ટીકા કરનારા પહેલા વ્યક્તિ નથી. ગૂગલના ચીફ સાઈન્ટિસ્ટ જેફ ડીને ગત સપ્તાહે કહ્યુ હતુ કે પ્રીટીની હત્યાના ફૂટેજ બેહદ શર્મનાક હતા, જ્યારે વેન્ચર કેપિટાલિસ્ટ વિનોદ ખોસલા અને પોલ ગ્રાહમે પણ ગોળીબારની ટીકા કરી છે.
ટ્રમ્પની વિરુદ્ધ દુનિયાભરના દેશોમાં વધતા અસંતોષ વચ્ચે અમેરિકામાં પણ વધતો આક્રોશ તેમના માટે અને તેમની પાર્ટી માટે નુકશાનકારક હોઈ શકે છે. યૂરોપન લઈને નાટો અને આરબથી લઈને એશિયાના દેશ અમેરિકાની નીતિઓને પોતાના દેશ માટે ખતરનાક માનવા લાગ્યા છે. રહી સહી કસર ટ્રમ્પના ઈમિગ્રેશન અભિયાને પૂર્ણ કરી દીદી છે.
મહત્વપૂર્ણ છે કે ટ્રમ્પના ઈમિગ્રેશન અભિયાનએક કડક ઈમિગ્રેશન પોલિસી છે, તેના હેઠળ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે. આ અભિયાન હેઠળ ફેડરલ એજન્ટ્સે મિનિયાપોલિસમાં દરોડા પાડયા અને ઘણાં લોકોને કસ્ટડીમાં લીધા છે. રેની ગુડ અને એલેક્સ પ્રીટીની આના હેઠળ હત્યા પણ થઈ ચુકી છે.
