શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિકના નિયમન માટે સિગ્નલ મેનેન્ટસ કરવામાં આવતા હોય છે પરંતુ આ સિગ્નલોમાં છાશવારે ટેક્નિકલ ખામી સર્જાતા વાહન ચાલકો પરેશાન થતાં હોય છે. ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના ચાર રસ્તા પર મુકવામાં આવેલા સિગ્નલમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે.
જેમાં 150 ફૂટ રોડથી રૈયા સર્કલ જવા માટે જમણી સાઈડનું સિગ્નલ બંધ હોવાથી ગ્રીન લાઈટ થવા છતાં પણ વાહન ચાલકોને જમણી બાજુ રૈયા સર્કલ જવામાં અડચણ આવે છે અને સિગ્નલ બંધ હોવાથી વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ફરિયાદો ઉઠી છે. (તસ્વીર : મુકેશ રાઠોડ)