દાતાઓની દિલેરી ઘન દાન અને સ્વયંસેવકોના શ્રમદાન-સમયદાનને બિરદાવતા મહોત્સવના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી
કાલે ઔદ્યોેગિક સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી માંડવિયા ઉપસ્થિત રહેશે
મોટિવેશનલ સ્પીકર નિશાબેન બુટાણીનું પાટીદાર મહિલા સંમેલનમાં ઉદબોધન
ઉમીયાધામ સિદસર : ઉમિયાધામ સિદસર : પરિશ્રમ અને શિક્ષણ થકી પ્રગતીના સોપાનો સર કરતા કડવા પાટીદાર સમાજના આરાધ્યદેવી માં ઉમીયા માતાજીના પ્રાગટથના 125 વર્ષની ઉજવણી પ્રસંગે જામજોધપુર તાલુકાના સિદસર ખાતે યોજાયેલા શ્રી 1મ શતાબ્દી મહોત્સવમાં બે દિવસમાં યુવા.કૃષિ. સામાજીક સંમેલન બાદ આજે શુક્રવારે ત્રીજા દિવસે વિશાળ મહિલા સંમેલન તથા સમરસતા સંમેલનમાં વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પાટીદાર સમાજની માં ઉમિયાની આધાધના થકી સરસ્વતી ની આરાધના ના સુત્રને સાથર્ક કરતી ઉમિયા સમૃધ્ધિ યોજનાના માધ્યમથી રૂૂા.400 કરોડના સમાજ વિકાસના કાર્યને બિરદાવી છે.
ઉમિયાધામ-સિદસર ખાતે આજે ત્રીજા દિવસે શુક્રવારે સવારે વિશાળ મહિલા સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે ઉમીયા માતાજી મંદિર પ્રમુખ જેરામભાઈ વાંસજાલીયાએ જણાવ્યું હતુ કે, પાટીદાર સમાજની મહિલાઓ અપાર શકિતઓ ધરાવે છે. મહિલાઓના સથવારે સમાજ સર્વાગી વિકાસની દિશામાં મહિલાઓ દિકરાઓના ઉછેર વ્યસન મુક્ત અને સંયુકત પરિવારની ભાવના કેળવી દિશામાં અગ્રેસર બને તેવી હાકલ કરી હતી.
મધ્યપ્રદેશના સાંસદ કવીતાબેન પાટીદારે ઉમિયા ભકિત અને માતૃશકિત વિશે વાત કરતા જણાવ્યું હતુ કે ગુજરાતના પાટીદાર સમાજે ક્ધયા કેળવણી ક્ષેત્રે ઉમદા કામગરી કરી છે.મહિલાઓએ પોતાનું અસ્તિત્વનું સન્માન કરવું જોઈએ. જગતજનની માં અને ધરતી માતા અને જન્મ દૈનારી માનું પુજન થાય તે આવકાર્ય છે. લગ્ન વેળાએ દિકરી સાત ફેરા પૈકી એક ફેરો સંયુકત કુટુંબને ટકાવી રાખવાનો પણ લે છે. ત્યારે ગૃહ પ્રવેશ કરતી વખતે વહુ નહિ પરંતુ દિકરી આવે તો ઝડપથી વધતા વૃધ્ધાશ્રમો બંધ થઈ જશે. અન્ય સમાજની તુલનાએ પાટીદાર સમાજે દિકરીઓમાં શિક્ષણ, સંસ્કાર અને પ્રોત્સાહનનું સિંચન કર્યુ છે. સ્વીઝરલેન્ડના મોટીવેશનલ સ્પીકર નીશાબેન બુટાણીએ મહિલાઓની કુટુંબ ભાવના અને પરીવાર અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતુ કે, સુંદર સમાજના નિમાર્ણ માટે સંયુકત કુટુંબ જરૂૂરી છે. કોરોના કાળ વિદેશોમાં પણ સંયુકત કુંટુંબ વધી રહયા છે.
ત્યારે પાટીદાર સમાજમાં સંયુકત પરિવારની ભાવના કેળવવી પડશે. ઉદાહરણ સાથે તેમણે પરિવારમાં સબંધો ફેકી દેવાના બદલે જોડવાની પ્રથાની હાકલ કરી હતી.ઉમિયા માતાજી મંદિર પ્રેરીત ઉમિયા પરિવાર મહિલા સંગઠનના સૌરાષ્ટ્ર પ્રમુખ સરોજબેન મારડીયાએ પ્રવર્તમાન સમયે ગ્રહસ્થ જીવનમાં પાટીદાર મહિલાઓની ભુમીકા અંગે વાત કરતા જણાવ્યું હતુ કે, સંયુક્ત પરિવારની ભાવના લુપ્ત થઈ રહી છે. વડીલોને માન-સન્માન આપવા, દિકરા-દિકરીના વેવિશાળની સમસ્યા અને લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ,દેખા-દેખી, પ્રિવેડીંગ, બેબી સાવર જેવા નવા રીવાજોને તિલાંજલી આપવાની તાતી જરૂૂરીયાત છે.
અતિથિ વિશેષ તરીકે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા. સોનલબેન ઉકાણી, શોભનાબેન પાણ, ભાવનાબેન કોટડીયા, દક્ષાબેન ધરસંડીયા, દક્ષાબેન હદવાણી, ભાનુબેન સવસાણી. નિકિબેન વાછાણી. હર્ષાબેન ગોવાણી, જલ્પાબેન આદ્રોજા, માનસીબેન કુંડારીયા. અંજુબેન જાવીયા, પ્રફુલાબેન રાણીપા, ઉષાબેન અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા સંમેલન પૂર્વ વિજાપુરા વિદ્યા સંકુલથી મહોત્સવના સભા મંડપ પાસે બાર જયોતિલીંગ સુધી 1250 દિકરીઓ માથા પર ઝવેરા ની શોભા યાત્રા યોજાઈ હતી. શ્રી 15 શતાબ્દી મહોત્સવમા માં ઉમિયા પ્રત્યે ભકિત-ભાવ દર્શાવવા સારાષ્ટ્ર ભરના વિવિધ શહેરો ગામોમાં 1.25 લાખ બહેનોએ હાથમાં ર્મા ના નામની મહેંદી મુકી મહોત્સવમાં સહભાગી બની છે. 1250 બાળાઓના પુજન-આરતી ટ્રારા માતૃશકિત વંદનાનો સંદેશો આયોજકોએ આપ્યો છે. સામાજિક ક્ષેત્રે મહિલાઓ પણ પુરૂૂષોની સમોવડી બની રહે તેવા ઉદેશ સાથે મહિલા સંમેલનમાં મંચ પર સૌરાષ્ટ્ર, ગુજરાતના પાટીદાર અગ્રણીઓને સ્થાન આપ્યું હતું.
ઉમીયાધામ ખાતે બપોરબાદ યોજાયેલા સામાજીક સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, ઉમિયામાતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાલીયા મહોત્સવના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી. મહામંત્રી જયેશભાઈ પટેલ. સહ મહામંત્રી કૈાશિકભાઈ રાબડીયા,મહોત્સવની આયોજન સમિતિના પ્રમુખ ચીમનભાઈ સાપરીયા, ક્ધવીનરો ગોવિંદભાઈ વરમોરા, મનસુખભાઈ પાણ, મહોત્સવના મુખ્ય યજમાન જગદિશભાઈ કોટડીયા, પુનીતભાઈ ચોવટીયા ઉઝીયા સમૃદિધ યોજનાના બી.એચ. ઘોડાસરા સમુદિધી યોજના-ર ના મહાપદ્મ દાતા જીવનભાઈ ગોવાણી, સરદારધામ અમદાવાદના ગગજીભાઈ સુતરીયા, ઉમાધામ ગાંઠીલાના પ્રમુખ નિલેશભાઈ ધુલેશીયા, ઉમિયાધામ નાગપુરના પ્રમુખ જીવરાજભાઈ પટેલ, રાજકોટના મુળજીભાઈ ભીમાણી, ગીંગણીના રમેશભાઈ સાપરીયા, અમેરીકાથી અશ્વિનભાઈ જાવીયા, દિપકભાઈ ગોવાણી ઉપસ્થિત રહ્યા હતા.
ગોવિંદ પુસ્તકની હાથીની અંબાડી પર શોભાયાત્રા નીકળી
રાજકોટના ગીપ્રેમી મનસુખભાઈ સુવાગીયા દ્વારા લીખીત ગોવિંદ પુસ્તકનું સીદસર ખાતે શ્રી 15 શતાબ્દી મહોત્સવમાં વિમોચન કરવામાં આવ્યું છે. ઉમિયા માતાજી મંદિર ખાતેથી ગોવિંદ પુસ્તકને હાથીની અંબાડી પર રાખી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જળકાંતિ ટ્રસ્ટના મનસુખભાઈ સુવાગીયા ના પુસ્તક ગોવિંદ તથા સુરેન્દ્રનગરના શેરડીયા પરિવાર દ્વારા પ્રકાશિત હીસ્ટ્રી ઓફ કડવા પાટીદાર પુસ્તકના ગુજરાતી તથા અંગ્રેજી પુસ્તકનું સામાજીક સંમેલનમાં વિમોચન કરાયું હતું.
30 મિનિટમાં 40,000 જેટલા ભાવિકો જમી શકે તેવું આયોજન
’અન્ન ભેગા તેના મન ભેગા’ સિદસર ખાતે પાંચટિવસીય શ્રી 1મ શતાબ્દી મહોત્સવમાં કડવા પાટીદારો નો માનવ મહેરામણ ઉભરાય રહ્યો છે. મા ઉમિયાના દર્શને આવતા ભાવીકોની ભીડને પહોંચી વળવા રસોડા સમિતિ દ્વારા બેનમૂન આયોજન કરવામાં આવ્યુ છે. 30 વિદ્યા જેટલા વિસ્તારમાં અલગ-અલગ 12 જેટલા ભોજનાલયો બનાવવામાં આવ્યા છે. જેમાં 2000 સ્વયંસેવકોની ફોજ ખડે પગે સેવા બજાવી રહી છે. આ ઉપરાંત અતિથિ વિશેષ તેમજ સ્વયંસેવકો માટે અલગ ભોજનાલયોની વ્યવસ્થા જીતુભાઈ વાછાણી સંભાળી રહયા છે. રસોડાઘરમાં 500 જેટલા રસોઈથા ભાઈઓ-બહેનો નિરંતર કાર્યરત છે. ભોજન પ્રસાદ લેવામાં ભીડ ન જામે અસુવિધા ન થાય તે માટે 30 મિનીટમાં 40,000 જેટલા ભાવીકો ભોજન લઇ શકે તેવી ઝડપી અને સુચારૂૂ વ્યવસ્થા રસોડા સમિતિના અધ્યક્ષ મનસુખભાઈ આરદેશણા, ઉપાદયક્ષ રમેશભાઈ મકવાણા, ચંદુભાઈ બારીયા, મંત્રી નાથાભાઈ નાદપરા, સહમંત્રી વલ્લભભાઈ પનારા, ચંદુભાઈ રબારા ના માર્ગદર્શન હેઠળ 13 જેટલા કારોબારી સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવી છે. પાંચ દિવસ દરમ્યાન અલગ-અલગ સ્વાદિષ્ટ પકવાન-ફરસાણ તેમજ વાનગીઓ છાશ સાથે પિરસવામાં આવશે. આ માટે ખાદ્યસામ્રગીનો વિશાળ જથ્થો રસોડા સમિતિ દ્વારા મહોત્સવ સ્થળે એકત્ર કરવામાં આવ્યો છે. જેમાં 600 ડબા ઘી, 1000 મણ ખાંડ, 2000 મણ ઘઉંનો લોટ, 1000 મણ ચણાનો લોટ, 750 મણ ચોખા. 300 મણ તૂવેર દાળ, 1500 કબા સિંગતેલ, 20,000 લીટર દુધ, 2000 મણ બટેટા ઉપરાંત રોજ બરોજ તાજા લીલા શાકભાજી તથા અન્ય વસ્તુઓ વાપરવામાં આવશે. આ ખાથ સમગ્રીમાં વિવિધ દાતાઓનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે.
