વર્ક ફ્રોમ હોમની આડ અસર, 42 ટકા આઈટી પ્રોફેશનલ્સ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર

સતત તણાવના કારણે અનિંદ્રા અને માનસિક રોગનો ભોગ બનતું યુવાધન રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરામાં કરાયેલા સરવેમાં ચોંકાવનારો ખુલાસો કોરોનાકાળમાં લોકોનું જીવન શૈલી સમુળગી બદલાઈ ગઈ હતી.…

સતત તણાવના કારણે અનિંદ્રા અને માનસિક રોગનો ભોગ બનતું યુવાધન

રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરામાં કરાયેલા સરવેમાં ચોંકાવનારો ખુલાસો

કોરોનાકાળમાં લોકોનું જીવન શૈલી સમુળગી બદલાઈ ગઈ હતી. જેમાં અમુકને ફાયદો થયો છે તો અમુક સેકટરમાં હવે આડ અસરો સ્પષ્ટ દેખાઈ રહી છે. ખાસ કરીને આઈ.ટી.સેકટરમાં ‘વર્ક ફોમ હોમ’ કલ્ચર ઉપર ગંભીર અસર દેખાઈ રહી છે.

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 1,400 પ્રોફેશનલ્સ પર કરાયેલા MSUના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; ઉત્પાદકતામાં મોટો ઘટાડો ખાસ પ્રતિનિધિ રાતના 3 વાગ્યા છે. આખું રાજકોટ શહેર ઘસઘસાટ ઊંઘી રહ્યું છે, શેરીઓમાં સન્નાટો છે. પરંતુ શ્રુતિ સિંહની આંખોમાં ઊંઘ નથી. તે કોઈ ખરાબ સ્વપ્નથી નહીં, પણ ઓફિસના લોજિસ્ટિક્સ વિવાદો, ક્લાયન્ટની ફરિયાદો અને અવિરત ચાલતા કામના વિચારોથી જાગી ગઈ છે. શ્રુતિ એકલી નથી. ગુજરાતના IT કોરિડોર ગણાતા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હજારો ટેક પ્રોફેશનલ્સ આજે આ જ ‘બર્નઆઉટ’ની સ્થિતિમાં જીવી રહ્યા છે.

બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંશોધન વિદ્વાન ડો. અર્ચના મિશ્રા અને ડો. સંદીપકુમાર જી. પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ “ગુજરાતના પસંદગીના શહેરોમાં IT કંપનીઓમાં કર્મચારી ઉત્પાદકતા પર કાર્ય તણાવની અસર” શીર્ષક હેઠળના અભ્યાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ અભ્યાસમાં ચાર મુખ્ય શહેરોના 1,400 આઇટી વ્યાવસાયિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આંકડા શું કહે છે? સર્વે મુજબ, ગુજરાતના IT સેક્ટરમાં તણાવ હવે અપવાદ નહીં પણ નિયમ બની ગયો છે 42.6% કર્મચારીઓએ સ્વીકાર્યું કે તેઓ કામને કારણે “હંમેશા” તણાવ અનુભવે છે.

34.5% લોકો “ક્યારેક” તણાવમાં હોય છે. માત્ર 22.9% લોકો જ એવા છે જેઓ ક્યારેય તણાવ અનુભવતા નથી. ચુસ્ત ડેડલાઈન, લાંબા કામના કલાકો, અસ્પષ્ટ જવાબદારીઓ અને એકસાથે અનેક પ્રોજેક્ટ્સ સંભાળવાનું દબાણ કર્મચારીઓને માનસિક રીતે તોડી રહ્યું છે. અમદાવાદ અને સુરતમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જેમ કે ઊંઘમાં ખલેલ અને ચિંતાના કેસો સૌથી વધુ જોવા મળ્યા છે.રોગચાળા દરમિયાન શરૂૂ થયેલું ’વર્ક ફ્રોમ હોમ’ (ઠઋઇં) મોડેલ શરૂૂઆતમાં સુગમતા લાગતું હતું, પરંતુ તે તણાવનું મુખ્ય કારણ બન્યું છે. 57% થી વધુ લોકોના મતે ઠઋઇંને કારણે તેમનો તણાવ વધ્યો છે. 40.7% લોકો નાઇટ શિફ્ટમાં કામ કરે છે, જે તેમના જૈવિક ચક્ર અને સામાજિક જીવનને ખોરવી નાખે છે.

નેટવેબ સોફ્ટવેરના સીઈઓ મૌલિક ભણસાલી જણાવે છે કે, “એકલતામાં કામ કરવાથી ટીમ સાથેનું જોડાણ અને સાથીદારો પાસેથી શીખવાની પ્રક્રિયા નબળી પડી છે, જે સીધી ઉત્પાદકતાને અસર કરે છે.”
અજીબ વાત એ છે કે કર્મચારીઓ વધુ કલાકો કામ કરી રહ્યા છે છતાં ગુણવત્તા ઘટી રહી છે. લગભગ 45% લોકોએ પોતાને “બિનઉત્પાદક” ગણાવ્યા છે. આ માત્ર માનવીય સમસ્યા નથી, પણ આર્થિક પણ છે. ડેલોઇટના રિપોર્ટ મુજબ, નબળા માનસિક સ્વાસ્થ્યને કારણે ભારતીય નોકરીદાતાઓને વાર્ષિક રૂૂ. 1.1 લાખ કરોડનું નુકસાન થાય છે. ગેરહાજરી અને કર્મચારીઓના નોકરી છોડવાના કારણે કંપનીઓને મોટો નાણાકીય ફટકો પડી રહ્યો છે. તણાવને કારણે કર્મચારીઓનો કંપની પ્રત્યેનો લગાવ ઘટ્યો છે. 3

5% પ્રોફેશનલ્સ તેમની વર્તમાન કંપની સાથે લાંબા ગાળા સુધી રહેવા માંગતા નથી. અમદાવાદ અને વડોદરામાં નોકરી પ્રત્યેનો અસંતોષ સૌથી વધુ છે. ડો. પ્રજાપતિ નોંધે છે કે ભારતીય IT પ્રોફેશનલ્સ અઠવાડિયામાં સરેરાશ 45 થી 50 કલાક કામ કરે છે, જે વૈશ્વિક ધોરણો કરતા વધુ છે. 53.7% કર્મચારીઓ માને છે કે કંપનીઓએ હવે મજબૂત ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’ વ્યૂહરચના અપનાવવી જ પડશે. જો કંપનીઓ માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય નહીં આપે, તો ગુજરાતની ડિજિટલ મહત્વાકાંક્ષાઓ જોખમમાં મુકાઈ શકે છે.

સૌથી વધુ અસર વડોદરામાં
અભ્યાસ મુજબ, 56.4% કર્મચારીઓની ઉત્પાદકતા પર તણાવની નકારાત્મક અસર પડી છે. શહેરો મુજબ આ આંકડો જોઈએ તો વડોદરામાં 67.1% (સૌથી વધુ અસર), રાજકોટમાં 58%, અમદાવાદ: 51.4% અને સુરત 51.2%નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *