પાંચ દિવસીય મહોત્સવમાં 100 જેટલી સમિતિમાં 6000 સ્વયંસેવકોની ફોજ, 400 વીઘામાં પાર્કિંગ
મહોત્સવમાં આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ-સલામતી સમિતિ
કડવા પાટીદારોના આસ્થાન કેન્દ્ર સમા ઉમિયાધામ સિદસર ખાતે આગામી તા.રપ થી 29 ડીસેમ્બર-2024 દરમ્યાન જગત જનની મા ઉમિયાના પ્રાગટ્યના 125 વર્ષ નિમિતે 5 દિવસીય પ્રાગટ્ય ઉત્સવ શ્રી 1। શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીમાં દરરોજ લાખો ભાવીકો ઉમટી પડશે.
ખંતીલા અને ખમીરવંતા સ્વભાવના કારણે વિશ્વસ્તરે પથરાયેલા કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના જયા બેસણા છે તેવા જામજોધપુર તાલુકાના સિદસર ખાતે શ્રી 1મ શતાબ્દી મહોત્સવની તૈયારીઓનો ધમધમાટ છેલ્લા એક માસથી ચાલી રહયો છે.
વિવિધ 100 જેટલી સમિતિઓમાં 6000 થી વધુ સ્વયંસેવકોની ફોજ વિવિધ કામગીરીઓમાં જોડાયા છે. સિદસર આસપાસના અનેક ગામોમાંથી પાટીદારો ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના સ્વયંસેવકો શ્રમયજ્ઞમાં જોડાયા છે. ઉપલેટાથી 31 કિ.મી. દુર આવેલા સિદસર ખાતે વેણુ નદીના કાંઠે ઉમિયા માતાજીના સાનીધ્યમાં યોજાનારા શ્રી 1મ શતાબ્દી મહોત્સવમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મહોત્સવના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, મહામંત્રી જયેશભાઈ પટેલ, સહમહામંત્રી કૌશીકભાઈ રાબડીયા, આયોજન સમિતિના ક્ધવીનર ચિમનભાઈ શાપરીયા, નાણા સમિતિના ક્ધવીનરો જગદીશભાઈ કોટડીયા, ગોવિંદભાઈ વરમોરા, મનસુખભાઈ પાણ ની આગેવાની હેઠળ જમીન સંપાદન થી માંડી, વિવિધ ડોમ, ભોજનાલયો, સભામંડપ, ઔદ્યોગીક પ્રદર્શન, સહીતની વ્યવસ્થાઓ 16 ચોરસ કી.મી. ના એરીયામાં ઉભી થઇ રહી છે.
સિદસરની સીમમાં આવેલી 600 વિધા જમીનમાં મહોત્સવ માટે જમીન સંપાદન સમિતિ તથા પાણી પુરવઠા અને નિકાલ સમિતિની કામગીરી દિવસ-રાત ની મહેનત સાથે પૂર્ણતાના આરે છે. જમીન સંપાદન સમિતિના દિનેશભાઈ દેલવાડીયા, ભરતભાઇ માકડીયા, હરસુખભાઈ મકવાણા, રમેશભાઈ માણાવદરીયાના માર્ગદર્શન હેઠળ જમીન સંપાદન કરી જમીન સમતોલ કરી મહોત્સવના નકશા મુજબ વિવિધ મેળાઓ, ભાોજનાલયો, સભામંડપ, ઉતારા વ્યવસ્થા, તથા રોડ ની માપણી ની કામગીરી પૂર્ણ થઇ છે.
મહોત્સવના વિવિધ ભોજનાલયો, શૌચાલયો, તથા અન્ય માટે જરૂૂરી પાણી ની વ્યવસ્થા માટેની પાઇપલાઇન તથા પાણી નિકાલ માટેની પાઈપ લાઈનો અંડર ગ્રાઉન્ડ નાખવામાં આવી છે.14 ટોઇલેટ બ્લોક નું બાંધકામ કરવામાં આવ્યુ છે. 600 વિધાના મહોત્સવ સ્થળે પાણી વ્યવસ્થા તથા નિકાલ માટે 6500 મીટર લાંબી પાઇપલાઇનો નાખવામાં આવી છે.
2પ થી 29 ડિસે. સિદસર શ્રી શવા શતાબ્દી મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવીકોના ટ્રાફીકને પહોંચી વળવા ગુજરાત રાજયના માર્ગ વાહન વ્યવહાર નિગમે રાજયભરની એસ.ટી.ડેપોથી વધારની રપ0 જેટલી બસો દોડાવવા નિર્ણય લીધો છે. જેમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ એસ.ટી. ડેપો માંથી એકસ્ટ્રા બસો સિદસર ભણી દોડશે. દરેક તાલુકા મથકેથી સિદસર મહોત્સવમાં પહોંચી શકાય તે માટે એસ.ટી.વિભાગે મહોત્સવમાં આવનાર ભાવીકો માટે કાબીલેદાદ વ્યવસ્થા ગોઠવી છે.
જુદા જુદા બુથ ઉપરથી ઉપડતી બસોના સંચાલન માટે અલગ સ્ટાફ ફાળવી જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ ખાતે ઉમાભવન, યુનિર્વસીટી રોડ, તથા સ્પીડવેલ પાર્ટી પ્લોટ, અંબીકા ટાઉનશીપથી એકસ્ટ્રા બસો ઉપડશે. તથા સૌરાષ્ટ્ર ના દરેક જીલ્લા તથા તાલુકા મથકે 51 યાત્રીકો ગ્રુપ બુર્કીંગ કરશે તો નિશ્ચીત ભાડામાં નજીકના બસ સ્ટેન્ડથી બસની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
મહોત્સવમાં યાત્રીકો ભાવીકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે વિનાવિલંબ વ્યવસ્થીત દર્શન થઇ શકે ભાવીકોની ભીડ ન થાય તેમજ કોઈ ધકકામુકકી ના બનાવો ટળે તે માટે ના પ્રયાસો દર્શન સમિતિ ના નવીનભાઈ ભાયાણી, કીર્તિભાઈ સુતરીયા, પ્રવિણભાઈ વાછાણી, કેયુરભાઈ સિતાપરા, ચંદ્રકાંતભાઈ ભડાણીયા તથા બુટ ચંપલ સમિતિના વલ્લભભાઇ લાડાણી, કેશવલાલ ભાલોડીયા, રસિકભાઈ ગોધાણી, જીતુભાઈ માકડીયા, ભરતભાઈ મકવાણા સહીતની ટીમ દ્રારા કરવામાં આવી રહયા છે. આ મહોત્સવમાં દર્શનાર્થે આવનાર દરેક ભાવીકો માટે લાલપુર ગામના 60 જેટલા કાર્યકરો દ્રારા રેવડી, ટોપરૂૂ, મિસરી પ્રસાદી રૂૂપે બનાવવા તેમજ વહેંચવાની કામગીરી થશે.
પાંચ દિવસના મહોત્સવમાં આવતા લાખો ભાવીકો માટે 400 વિદ્યા થી વધુ જમીનમાં બે અલગ-અલગ વિશાળ પાર્કીંગ ઉભા કરવામાં આવ્યા છે. પાનેલી નજીક તથા ગીંગણી થી સિદસર આવતા ફોર વ્હીલર, ટુ વ્હીલર, ખાનગી તથા એસ.ટી. બસો માટે અલગ અલગ બે ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે.
મા ઉમિયાના દર્શને પધારતા ભાવીકો ના વાહન પાર્કીંગમાં પાર્ક થયા બાદ 100 જેટલી બસો દ્રારા ભાવીકોને સિદસર ખાતે મંદિર ગેઇટ પાસે લઇ જવાશે. જયાંથી ભાવીકો મંદિર દર્શન, યજ્ઞ દર્શન, પ્રદર્શન, બાલનગરી, સભામંડપ, અને ભોજનાલય સુધી એક જ રૂૂટમાં પહોંચી શકશે.
મહોત્સવમાં પાંચ દિવસ દરમ્યાન બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેનાર હોય ભાવિકોની સુવિધા માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ તથા સલામતી સમિતિ ના 700 થી વધુ સ્વયંસેવકો 3 શીફટમાં કામગીરી કરશે. સિદસર ખાતે વેણુ નદીના કાંઠે કોઈ અઘટીત ઘટના ન ઘટે તે માટે 40 તરવૈયાઓની ટીમ, ખડે પગે રહેશે.
ડીઝાસ્ટર મેનેજમેન્ટને લગતા ફાયર ફાઇટર્સ, છ ફાયર ટેન્કર, બે રેસ્કયુ બોટ, બે સ્પીડ બોટ, દસ એમ્બ્યુલન્સ, તબીબોની ટીમ, તૈનાત રહેશે.
5000થી વધુ બોટલ રક્ત એકત્ર થશે
એકત્ર થનાર રક્ત સિવિલ હોસ્પિટલ-ગરીબ-જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે અપાશે
સિદસરમાં યોજાનાર પાંચ દિવસીય શ્રી 1મ શતાબ્દી મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ પુરતો જ સમિતિ નથી ભકિતની સાથે સામાજીક કાર્યનું પણ જીવંત ઉદાહરણ બની રહે અને સાથોસાથ માનવ સેવાનું પણ ઉમદા કાર્ય થાય તેવા ઉમદાહેતુ થી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. માનવ જીવનનું સૌથી મહામુલ્ય ગણાતું તત્વ ’રકત’ છે. સિદસર શ્રી 1મ શતાબ્દી મહોત્સવનાં પાંચેપાંચ દિવસ રકતદાન કેમ્પ દ્રારા 5000 થી વધુ બોટલ રકત એકત્ર કરવાનુ આયોજન થયું છે. રકતદાન સમિતિ દ્રારા સમગ્ર સૌરાષ્ટ્રની 20 બ્લડ બેંક મહોત્સવ સ્થળે સેવા લેવામાં આવી છે. રકતદાતાઓને સ્મૃતિરૂૂપે આકર્ષક લેપટોપ બેગ, કીચનવેર પ્રોડકટ્સ આપવામાં આવશે પાંચ દિવસ યોજાનાર મહોત્સવમાં આશરે 5000 બોટલ રકત એકઠું કરવાનો લક્ષયાંક છે. મહોત્સવમાં એકત્ર થનાર રકત રાજકોટ-જામનગરની સિવીલ હોસ્પિટલો- ગરીબ દર્દીઓને વિનામૂલ્યે આપે તેવી જોગવાઇ કરવામાં આવશે.
