ગુજરાતની હાઈકોર્ટમાં 1,70,963 જેટલા કેસો પેન્ડિંગ છે, જ્યારે ગુજરાતની જિલ્લા અને નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પેન્ડિંગ છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય (સ્વતંત્ર હવાલો) અને સંસદીય બાબતોના રાજ્ય પ્રધાન અર્જુન રામ મેઘવાલે રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં 19 ડિસેમ્બર, 2024 ના રોજ રાજ્યસભામાં આ માહિતી આપી હતી.ગૃહમાં રજૂ કરાયેલા નિવેદન મુજબ, ભારતની સર્વોચ્ચ અદાલતમાં કુલ 82,640 જ્યારે દેશમાં હાઈકોર્ટમાં 61,80,878 કેસ પેન્ડિંગ છે અને જિલ્લા અને નીચલી અદાલતોમાં 4,62,34,646 કેસ પેન્ડિંગ છે.મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે, ગુજરાતની હાઈકોર્ટમાં કુલ 20 જજોની જગ્યાઓ ખાલી છે જ્યારે મંજૂર સંખ્યા 52 છે, જ્યારે ગુજરાતમાં જિલ્લા અને નીચલી અદાલતોમાં ન્યાયાધીશોની 535 જગ્યાઓ ખાલી છે, જ્યારે મંજૂર સંખ્યા 1720 છે. 1122 ન્યાયાધીશોની કુલ મંજૂર સંખ્યાની સામે દેશમાં હાઈકોર્ટમાં કુલ 368 જગ્યાઓ ખાલી છે. દેશમાં જિલ્લા અને નીચલી અદાલતોમાં 25741 ન્યાયાધીશોની મંજૂર સંખ્યા, કુલ 5262 જગ્યાઓ ખાલી છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.તેમણે ઉમેર્યું કે, ભારતની સર્વોચ્ચ અદાલતમાં 34 ન્યાયાધીશોની મંજૂરીની સંખ્યા સામે ન્યાયાધીશની માત્ર એક જ જગ્યા ખાલી છે. નથવાણી દેશની સર્વોચ્ચ અદાલત, હાઈકોર્ટ અને નીચલી અદાલતોમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ તેમજ આ અદાલતોમાં પડતર કેસોની સંખ્યા વિશે જાણવા માગતા હતા.
ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 કેસ પેન્ડિંગ, જિલ્લા અને નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પેન્ડિંગ
ગુજરાતની હાઈકોર્ટમાં 1,70,963 જેટલા કેસો પેન્ડિંગ છે, જ્યારે ગુજરાતની જિલ્લા અને નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પેન્ડિંગ છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય (સ્વતંત્ર હવાલો) અને સંસદીય…
