મહુવાના માલણ બંધારામાં કારખાનામાં કામ કરતા વૃદ્ધની લાશ મળતા ચકચાર

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલા માલણ બંધારામાંથી એક વૃદ્ધની લાશ મળી આવવાની ઘટના સામે આવી છે. મૃતક મંગાભાઈ માધાભાઈ શિયાળ (ઉંમર…

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલા માલણ બંધારામાંથી એક વૃદ્ધની લાશ મળી આવવાની ઘટના સામે આવી છે. મૃતક મંગાભાઈ માધાભાઈ શિયાળ (ઉંમર 60 વર્ષ) પ્લાન્ટેશન વિસ્તારમાં રહેતા હતા અને દોરડા બનાવવાના કારખાનામાં કામ કરતા હતા.

ગઈકાલે રાત્રે મંગાભાઈ કારખાને કામ માટે ગયા હતા, પરંતુ સવારે ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનોએ તેમની શોધખોળ શરૂૂ કરી હતી.

દરમિયાન, સવારે માલણ બંધારામાંથી તેમની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે બંધારામાં પડી જવાથી તેમનું મૃત્યુ થયું હોઈ શકે છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *