રાજધાની દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હીમાં એક કારમાંથી ત્રણ લોકોની સંદિગ્ધ હાલતમાં લાશ મળી આવી છે. આમાં ત્રણ લાશમાંથી એક મહિલા અને બે પુરૂૂષોની લાશ મળી આવતા દિલ્હી પોલીસ દોડતી થઈ ગઈ છે. આ સમગ્ર મામલો પમિવિહારની નજીક પીરાગઢી ફલાયઓવર પાસે બની છે.
ડીસીપી આઉટર ડિસ્ટ્રિક્ટ સચિન શર્માએ આ ઘટના મામલે જણાવ્યું કે, અમને ફોન આવ્યો હતો કે કારમાં કેટલાક લોકોના મોત થયા છે. જ્યારે અમે પહોંચ્યા ત્યારે અમને ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યાં હતાં.. તેમની ઓળખ થઈ ગઈ છે: બે પુરુષો અને એક મહિલા. અત્યાર સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી. આ ત્રણ લોકોના મૃતદેહ બાહ્ય ઇજાના નિશાન નહોતા. મૂળ વાત એ છે કે, પોલીસની પ્રાથિમક તપાસમાં કોઈ પણ સંદિગ્ધ બાબતો મળી આવી નથી.
મૃતકોની વાત કરવામાં આવે તો તેમાં 62 વર્ષીય રણધીર, 42 વર્ષીય શિવનેરેશ અને 40 વર્ષીય લક્ષ્મીની ઓખળ થઈ છે. આ કાર રણધીરની હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે આપેલી વિગતો પ્રમાણે, પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની આશંકા છે કારણ કે શરીર પર ઈજાના કોઈ નિશાન નથી. કોઈ ઝેરી પદાર્થ પીવાથી આ ત્રણેયનું મોત થયું હોવાની શક્યતાઓ છ
