શાહરૂખ ખાન નંબર 1 સેલિબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડી રણવીર સિંહ નંબર ટુ

યાદીમાં 13 પુરૂષ અને 12 મહિલાઓનો સમાવેશ ભારતના સૌથી મોંઘા સેલેબ્રિટી બ્રાન્ડ્સની યાદી આવી ગઈ છે અને તેમાં બોલિવૂડના કિંગ શાહરૂૂખ ખાન નંબર વન પર…

યાદીમાં 13 પુરૂષ અને 12 મહિલાઓનો સમાવેશ

ભારતના સૌથી મોંઘા સેલેબ્રિટી બ્રાન્ડ્સની યાદી આવી ગઈ છે અને તેમાં બોલિવૂડના કિંગ શાહરૂૂખ ખાન નંબર વન પર છે.વળી, ધુરંધર એક્ટર રણવીર સિંહે ક્રિકેટર વિરાટ કોહલીને પાછળ છોડીને બીજા નંબર પર પોતાનું સ્થાન બનાવ્યું છે. વર્ષ 2025 ની ’ક્રોલ’ ની બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ આવી ચૂકી છે, જેમાં દેશના ટોપ 25 સેલેબ્રિટીઝની કુલ બ્રાન્ડ વેલ્યુ 2 અબજ અમેરિકી ડોલર આંકવામાં આવી છે.

આ વર્ષના રિપોર્ટમાં સૌથી મોટો ફેરફાર ટોચના ત્રણ સ્થાનો પર જોવા મળ્યો છે, જ્યાં શાહરૂૂખ ખાને પ્રથમ સ્થાન પર કબ્જો જમાવ્યો છે, જ્યારે રણવીર સિંહ 162.9 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે વિરાટ કોહલીને પાછળ છોડીને બીજા નંબરે પહોંચી ગયો છે. આ પાછલા વર્ષની સરખામણીમાં 3.7 ટકા ઓછું છે. રિપોર્ટ અનુસાર, આ યાદીમાં 13 પુરુષ અને 12 મહિલા સેલેબ્રિટીઝ સામેલ છે. તેમની બ્રાન્ડ વેલ્યુનું આકલન તેમના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પોર્ટફોલિયો અને સોશિયલ મીડિયા પર તેમની હાજરીના આધારે કરવામાં આવ્યું છે.
આ વર્ષના રિપોર્ટની સૌથી ખાસ વાત એ રહી કે રણવીર સિંહે વિરાટ કોહલીને પાછળ છોડીને બીજું સ્થાન મેળવી લીધું. રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુ 162.9 મિલિયન અમેરિકી ડોલર છે.તે વિરાટ કોહલીની 158.4 મિલિયન અમેરિકી ડોલરની વેલ્યુથી આગળ નીકળી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *