જામનગર જિલ્લાના જોડિયા માં પુર્વ પંચાયત ના ભ્રષ્ટ શાસકો અને સરકારીતંત્ર ના પ્રતાપે છેલ્લા 15 વર્ષ થી ભુગર્ભ ગટર યોજના ના નિર્માણ બાદ ગામના જાહેર અને શેરીઓમાં રસ્તા પર અવાર નવાર ગટર ની કુંડિઓ માં ઉભરાતું દુષિત પાણી ની સમસ્યા થી પ્રજા પિડાઈ રહી છે.
વર્ષ 2015 માં કેન્દ્ર સરકાર ની ભુગર્ભ ગટર યોજના માં નિર્માણ ના સમય બાદ તંત્ર માટે ગટર યોજના એ માથાં નો દુખાવો અને લોકો માટે નવી સમસ્યા નું કારણ બની છે. અને જોડિયા ની ભુગર્ભ ગટર યોજના તંત્ર માટે નિષ્ફળતા નું કંલક સાબિત થઈ છે. તેમજ દિવસે દિવસે સરકાર માટે જોડિયા ની ગટર યોજના ” સફેદ હાથી ” સમાન બની ચુકી છે.
2015 માં કેન્દ્ર સરકાર ની 11 કરોડ ના ખર્ચે નિર્માણ પામેલી ગટર યોજના તે સમયે ના શાસકો ની ભ્રષ્ટ નિતિ ને કારણે સરકારી તંત્ર ની મિલીભગત થી ભુગર્ભ ગટર ની દુર્દશા થી ગામલોકો ત્રાહિમામ બન્યા છે. તે વર્ષે ના સમયગાળા માં નિષ્ફળ બની ચુકેલી ગટર યોજના ને લઈ ને વિપક્ષ તાલુકા અને જીલ્લા ની કોગ્રેસ દ્વારા વિરોધ સ્વરૂૂપ આંદોલન કર્યું છે. તેમ છતાં શાસકપક્ષ ની ભાજપા સરકાર ને કશું ફરક પડયું નહિ, અને સરકાર જોડિયા ની ભુગર્ભ ગટર ની સમસ્યા નિવારવા માટે નાંણા પંચ માં લાખો ની ખર્ચે જામ કુંડિઓ માં દુષિત પાણી ના નિકાલ માટે મોટા વાહનો ફાળવવા પડ્યા. તેનુ મુખ્ય કારણ ભુગર્ભ ગટર યોજના માં ગટરો નું દુષિત પાણી ની નિકાલ વ્યવસ્થા માટે ગામના 3 જુદા જુદા સ્થળે પંપિંગ સ્ટેશનો મરણ પથારીએ છે. જ્યારે પંપ ના યાંત્રિક સાધનોને ઘુળ ખાવાની નોબત આવી છે.
ગામમાં 1800 જેટલી ભુગર્ભ ગટર યોજના ની કુંડિઓ કયારે ઉભરાય તે કહેવાય નહિ.જયારે ઉભરાય ત્યારે લોકો ની હો હલ્લા થી પંચાયત તંત્ર કુંભકર્ણ ની નિંદ્રામાંથી જાગતા હોય છે.ત્યાં સુધી ગામલોકો વહેતાં દુષિત પાણીની વચ્ચે થી અવર જવર કરવા માટે મજબૂર બને છે. હાલ જોડિયા માં ભુગર્ભ ગટર ની કુંડિઓ ઉભરાવા નુ તો રોજ નું થયું છે. હાલ માં ગામના માંડવી ચોક, ગામનો ચોરો, બારી શેરી જેવા વિસ્તારમાં ભુગર્ભ ગટર ની કુંડિઓ થી ઉભરાતું દુષિત પાણી નો રેલો જોવા મળી રહ્યો છે. બારી શેરી વિસ્તારમાં રામવાડી, ગીતામંદિર, અને શિવમંદિર આવેલ છે સવાર સાંજ શ્રધ્ધાળુઓ ના છુટકે દુષિત પાણી માં અવરજવર કરી રહ્યા છે.
