બેટ દ્વારકામાં કેબલ ચોરી ગેંગના સાત તસ્કરો ઝડપાયા : મુદ્દામાલ કબ્જે

ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાંથી તાજેતરમાં પીજીવીસીએલ ન કિંમતી કેબલ વાયર ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની…

ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાંથી તાજેતરમાં પીજીવીસીએલ ન કિંમતી કેબલ વાયર ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ બેટ દ્વારકા પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં પી.આઈ. કે.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી તપાસમાં હાલ ઓખામાં રહેતા અને મૂળ પોરબંદર તાલુકાના રહીશ અરુણ ઉર્ફે બચુ વિજય સોલંકી, વિક્રમ ગોવિંદ સોલંકી, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના અજય ઉર્ફે લબડી ઘુઘાભાઈ સોલંકી, પોરબંદર તાલુકાના જ્યુબેલી વિસ્તારના મયુર ઉર્ફે મેહુલ રમેશ મકવાણા, અમૃતા ઉર્ફે પુની શ્યામ ઉર્ફે સામો સોલંકી, મનીષ રમેશ સોલંકી, અને યુપીના અયોધ્યા જિલ્લાના મૂળ રહીશ પ્રતાપ નારાયણ ચોરસીયા નામના સાત આરોપીઓને બેટ દ્વારકા વિસ્તારમાંથી જ ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રૂૂપિયા 64,800 ની કિંમતનો 162 કિલો કોપર વાયર કબજે લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *