જામનગર શહેર માં કોરોના વાઇરસ એ અડીંગો જમાવ્યો છે. દરરોજ નવા નવા કેસ નોંધાઇ રહ્યા છે. આજે શહેરી વિસ્તાર માં 6 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં આજે 1 કેસ નોંધાયો છે. આમ આજે જિલ્લા માં વધુ સાત કેસ ની ઉમેરો થયો છે. શહેર વિસ્તાર ના 6 કેસ માં પાંચ મહિલા નો અને એક પુરુષ નો સમાવેશ થાય છે. આ તમામ ને હોમ આઇસોલેસન માં રાખવામાં આવ્યાં છે. શહેર માં હાલ ની સ્થિત એ કુલ 51 એક્ટિવ કેસ છે.જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં 4 એક્ટિવ કેસ છે.
જામનગર શહેર માં કોરોના ના કેસ ની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે. જામનગર ના શહેરી વિસ્તાર માં આજે વધુ 6 કેસ નોંધાયા છે. જેમાં ડેન્ટલ કોલેજના 22 વર્ષ ના તબીબી વિદ્યાર્થી યુવાન, લીમડાલેન વિસ્તાર ની 18 વર્ષ ની યુવતી, પંચવટી વિસ્તારના 45 વર્ષના મહિલા., સુમેર ક્લબ રોડ વિસ્તારના 71 વર્ષના વૃદ્ધ મહિલા, કૃષ્ણનગર વિસ્તારના 47 વર્ષના મહિલા, અને આર્ય સમાજ વિસ્તારમાં 54 વર્ષના મહિલાનો સમાવેશ થાય છે.
આ તમામ ને હોમ આઈસોલેશન માં જ સારવાર આપવામાં આવી રહી છે. જામનગર શહેર મા આજ ની સ્થિતિ એ કુલ 51 એક્ટિવ કેસ છે.
જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તાર મા આજે મસીતીયા ગામમાં 83 વર્ષ ના પુરુષ નો એક કેસ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં હાલ ની સ્થિતિએ ચાર એક્ટિવ કેસ છે.
