મોરબીમાં નંદીઘરમાં ગૌવંશની દેખરેખ માટે સાત સભ્યોની કમિટીની રચના

મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં ગૌવંશના મૃત્યુ તેમજ અવ્યવસ્થા મામલે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે જે મુદો સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને સામાન્ય સભામાં પણ ગુંજ્યો…

મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં ગૌવંશના મૃત્યુ તેમજ અવ્યવસ્થા મામલે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે જે મુદો સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને સામાન્ય સભામાં પણ ગુંજ્યો હતો અને ગઇકાલે ફરીથી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ મળી હતી જેમાં નંદીઘરની દેખરેખ માટે મોનીટરીંગ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં પાંચ કોર્પોરેટરો સહીત સાત સભ્યોની નિમણુક કરવામાં આવી છે. મોરબી નંદીઘર સંચાલક કાર્યકારી મોનીટરીંગ ટીમની છ માસ માટે રચના કરવામાં આવી છે જેમાં વોર્ડ 03 ના કોર્પોરેટર ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા, વોર્ડ 10 ના કોર્પોરેટરો અલ્પાબેન રોહિતભાઈ કણઝારીયા, સોનલબેન પ્રફુલભાઈ બાવરવા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને ભાવેશભાઈ અરજણભાઈ કણઝારીયા ઉપરાંત સભ્ય સચિવ, ANCD શાખા અધ્યક્ષ વિપુલ છૈયા અને SWM શાખા અધ્યક્ષ દિલીપસિંહ રાઠોડ એમ સાત સભ્યોની નિમણુક કરવામાં આવી છે.

મોનીટરીંગ સમિતિની કામગીરી નક્કી કરવામાં આવી છે સમિતિ પૂરતા પ્રમાણમાં સુક્કા ઘાસચારાનો સ્ટોક ભેગો કરી રજીસ્ટર નિભાવવું, નંદીઘરમાં મળતા દરરોજના દાનનું રજીસ્ટર નિભાવવું અને નવું દાન મેળવવા પ્રયત્નો કરવા, પશુઓના આવક-જાવકનું રજીસ્ટર નિભાવવાનું રહેશે નંદીઘરમાં સાફ- સફાઈ જળવાઈ રહે તેની તકેદારી રાખવી, પશુઓના મૃત્યુ થાય તેવા કિસ્સામાં તેનો સમયસર નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી, નંદીઘરમાં રહેલ પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવી, નંદીઘરમાં રહેલ બીમાર પશુઓ માટે ડોક્ટર બોલાવવા અને સારવારની યોગ્ય વ્યવસ્થા કરવી, નંદીઘરમાં રહેલ પશુઓને અન્ય પાંજરાપોળમાં મોકલવા માટેની કાર્યવાહી અને વ્યવસ્થા કરવી, નંદીઘરમાં જરૂૂરિયાત મુજબ લાઈટ, શેડ, ગમાણ, દીવાલ, ફેન્સીંગ કે પાણીના અવેડા જેવી સુવિધાઓ કરવી અને નંદીઘરમાં સ્ટાફને સોપવામાં આવેલ કામગીરીની દેખરેખ રાખવી સમિતિના સભ્ય સચિવ વિપુલભાઈ છૈયા રહેશે તેઓ નંદીઘરની કામગીરીનો દૈનિક રીપોર્ટ નાયબ કમિશ્નરને રજુ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *