મુંગણી ગામે જૂની અદાવતમાં બે મિત્રો ઉપર જીવલેણ હુમલોહુમલાખોર પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકે નો વ્યવસાય કરતા છત્રપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના 23 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર નિલેશસિંહ…

જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકે નો વ્યવસાય કરતા છત્રપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના 23 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર નિલેશસિંહ ઉપર લોખંડના પાઇપ ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે ઉપરાંત વાહનમાં તોડફોડ કરી નાખવા અંગે પોતાના ગામના પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ દોઢ વર્ષ પહેલાં તકરાર થઈ હતી, જેનું મન દુ:ખ રાખીને આરોપીઓ કૃપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, અશોકસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ દેવુભા, મયુર હાજાભાઇ, અને જયદેવસિંહ પરમાર પોલીસે તમામ આરોપીઓ સામે નોંધ્યો છે જેઓ ભાગી છૂટ્યા હોવાથી શોધખોળ ચલાવવામાં આવી રહી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનોને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *