ઈઝરાયલના બેટ યામમાં ગઈ કાલે સાંજે એક પછી એક 3 બ્લાસ્ટની ઘટના બની હતી. આ વિસ્ફોટ ત્રણ બસમાં થયો હતો. અધિકારીઓને શંકા છે કે આ એક આતંકવાદી હુમલો છે. હાલમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી.
પીએમ નેતન્યાહૂએ આ મામલે તાત્કાલિક ધોરણે ડિફેન્સ મિનિસ્ટર, સૈન્ય પ્રમુખ અને શિન બેટ અને પોલીસ કમિશનર સાથે બેઠક યોજી હતી. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે બેટ યામમાં જુદા જુદા સ્થળોએ સ્થળોએ થયેલા બસોના વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે.
https://x.com/N12News/status/1892666507856928872
ઇઝરાયલી પોલીસે જણાવ્યું હતું કે તેલ અવીવની બહાર બે ઇઝરાયલી ઉપનગરોમાં ત્રણ બસોને બોમ્બથી ઉડાવવામાં આવી હતી, અને અન્ય 4 બસોમાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.ડેપોમાં બસોમાં વિસ્ફોટ થયા હતા અને તમામ ખાલી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શંકાસ્પદોની શોધ માટે મોટી પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે.
આ વિસ્ફોટો 2000ના દાયકાના પેલેસ્ટિનિયન બળવા દરમિયાન ઇઝરાયલમાં થયેલા વિનાશક બસ બોમ્બ વિસ્ફોટોની યાદ અપાવે છે. જોકે, આવા હુમલા હવે ભાગ્યે જ થાય છે. પોલીસે નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસ બોમ્બ ડિસ્પોઝલ યુનિટ વધુ શંકાસ્પદ વસ્તુઓની શોધ કરી રહ્યા હતા. અમે લોકોને આ વિસ્તારોથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ બાબતથી સાવધ રહેવા વિનંતી કરીએ છીએ.
https://x.com/inbulletinnews/status/1892738939066458195
આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ હજુ સામે આવ્યા નથી. આ બ્લાસ્ટના સમયે બસો ડેપોના પાર્કિંગમાં ખાલી પડી હોવાની જાણકારી મળી રહી છે. આ હુમલા બાદથી પરિવહન મંત્રી મીરી રેગવે દેશમાં તમામ બસ, ટ્રેન અને લાઈટ રેલ ટ્રેન સેવાઓ અટકાવી દેવામાં આવી છે જેથી વિસ્ફોટક ડિવાઈસની તપાસ કરી શકાય.