રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગામી હોદ્દેદારો અને કારોબારી સભ્યોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા આજે જિલ્લા ભાજપ ખાતે યોજાઈ હતી. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકોએ જિલ્લાના મુખ્ય અપેક્ષિતો અને અગ્રણી નેતાઓને સાંભળ્યા હતા.
પ્રદેશ ભાજપના નિરીક્ષક તરીકે દિનેશ પ્રજાપતિ અને રૂૂચિત ભટ્ટની ટીમે આ સેન્સ પ્રક્રિયાનું સંચાલન કર્યું હતું. આ નિરીક્ષકોએ બંધ બારણે, એક પછી એક જિલ્લાના વર્તમાન હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, ધારાસભ્યો અને અગ્રણી કાર્યકર્તાઓના મંતવ્યો જાણ્યા હતા. નિરીક્ષકોએ મુખ્યત્વે નવા માળખામાં કોને સ્થાન આપવું જોઈએ અને સંગઠનની પ્રવૃત્તિઓ માટે સક્ષમ ઉમેદવારો કોણ છે તે અંગે ચર્ચા કરી હતી. સેન્સ પ્રક્રિયા દરમિયાન ધારાસભ્ય જયેશ રાદડિયા, ભાનુબેન બાબરીયા, મહેન્દ્ર પાડલીયા, દુલાબજી દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણા બેન રંગાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનો સેન્સ પ્રક્રિયા દરમિયાન હાજર રહ્યાં હતા
