મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નિર્ણાયક મેચ, બે ઈનફોર્મ ટીમ ખાંડા ખખડાવશે
જે ટીમ જીતે તેની ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં થશે ટક્કર
ટી20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઈનલમાં ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટની બે મહાશક્તિ ભારત અને ઈંગ્લેન્ડ આમને-સામને ટકરાશે. કપ્તાન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં મેન ઈન બ્લૂ પોતાના ઘરેલું મેદાન પર ઈંગ્લેન્ડની ચેલેન્જને ધ્વસ્ત કરી રેકોર્ડ ચોથી વાર ફાઈનલમાં જગ્યા બનાવવાના ઈરાદા સાથે ઉતરશે. આઈસીસી નોકઆઉટ મેચમાં આ બંને ટીમો વચ્ચે આ પાંચમી ટક્કર હશે.
જ્યાં એક તરફ 2022ની હારનો બદલો લેવાની આગ છે, તો બીજી તરફ 2024ની જીતના ગૌરવને રિપીટ કરવાનો સંકલ્પ. કેપ્ટન સૂર્યા માટે આ અગ્નિપરીક્ષા છે કે શું તે પોતાની આક્રમક કપ્તાનીથી ભારતને અમદાવાદની ફાઈનલની ટિકિટ અપાવી શકશે.
હાલની ટૂર્નામેન્ટમાં ભારત અને ઈંગ્લેન્ડ બંને જબરદસ્ત ફોર્મમાં છે. બંને ટીમોએ અત્યાર સુધી 6-6 મેચ જીતી છે. રસપ્રદ વાત એ છે કે બંને ટીમો અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ વાર ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ચૂકી છે અને બંનેએ બે-બે વાર ખિતાબ જીતી છે. 5 માર્ચના રોજ વાનખેડેમાં જે પણ ટીમ જીતશે તે રેકોર્ડ ચોથી વાર ફાઈનલમાં જગ્યા બનાવી ઈતિહાસ રચશે.
ભારત પાસે આ મેચમાં મનોવૈજ્ઞાનિક લીડ હશે. પાછલી વખતે જ્યારે આ બંને ટીમો 27 જૂન 2024ના પ્રોવિડેન્સમાં ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ટકરાઈ હતી, ત્યારે રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે ઈંગ્લેન્ડને 68 રનથી ભૂંડી રીતે હાર આપી હતી. આ ઉપરાંત વાનખેડે સ્ટેડિયમમાં જ 2 ફેબ્રુઆરી 2025ના રોજ રમાયેલી છેલ્લી ટી20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 150 રનના વિશાળ અંતરથી હરાવી હતી.
બીજી બાજુ ભારતીય ક્રિકેટ ટીમ માં ઉત્સાહ ચરમસીમા પર છે. જે રીતે સંજુ સેમસન અને અન્ય ખેલાડીઓએ 200 રનનો સ્કોર પણ ચેઝ કર્યો તે જોતા ભારતની બેટિંગ કેટલી મજબૂત છે તે બતાવે છે. જોકે બોલિંગમાં આજે પણ ભારતને કેટલાક પ્રશ્નો નડી રહ્યા છે. વરુણ ચક્રવર્તી પાસે જે આશા હતી તે ભારતને ફળીભૂત થઈ નથી અને તે ખર્ચાળ પણ સાબિત થઈ ગયો છે. આવા સમયમાં શું તેની જગ્યા પર કુલદીપ યાદવને તક મળશે કે નહીં તે પણ એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.
ટોપ સિટીને પ્રથમ બેટિંગ કરવી કે બોર્ડિંગ કરવી તે બંને સુકાનીઓ માટે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. જો કે જે ટીમ પ્રથમ બેટિંગ કરે તેને અહીં કમ સે કમ 190 થી 200 રદ નો સ્કોર ઉભો કરવો પડશે.
સ્ટેડિયમને શાંત પાડી દેશું, ઈંગ્લીશ બોલર કરાનની શેખી
ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડર કરાને તો સ્ટેડિયમમાં ઉપસ્થિત લોકોને શાંત પાડી દેવાની ધમકી પણ આપી છે. ઇંગ્લેન્ડના આશા છે કે વાનખેડે સ્ટેડિયમ ઉપર ભારતને હરાવી શકાશે. ઇંગ્લેન્ડની ટીમ પાસે ભારતને હરાવવાની તાકાત પણ છે તેમની પાસે પણ કેટલાક ધીક જ ક્રિકેટરો છે કે જે મેચનું પાસું પલટી શકે છે જોકે બોલિંગ ડિપાર્ટમેન્ટ ઇંગ્લેન્ડ માટે ચિંતા નો વિષય બની રહ્યો છે. આજે પણ ટીમ જોફ્રી આર્ચર ઉપર વધુ મદાર રાખી રહી છે.
