કોર્પોરેશનમાં જમીનો વેચો ને તિજોરી ભરો કાર્યક્રમ

રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી ગમે ત્યારે તળીયા ઝાટક થઇ જાય છે. તે સૌ-કોઇ જાણે છે. મોટા પ્રોજેટકો માટે સરકારની ગ્રાન્ટ ઉપર આધાર રાખવો પડી રહયો છે.…

રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી ગમે ત્યારે તળીયા ઝાટક થઇ જાય છે. તે સૌ-કોઇ જાણે છે. મોટા પ્રોજેટકો માટે સરકારની ગ્રાન્ટ ઉપર આધાર રાખવો પડી રહયો છે. મહાનગરપાલિકાની મુખ્ય આવક મિલકત વેરો, વાહન વેરો, એફએસઆઇ અને જકાતની ગ્રાન્ટ રહી છે. આ તમામ આવકમાંથી મનપાનો મહેકમ સ્ટાફનો પગાર માંડ માંડ નીકળી રહયો છે. જેના લીધે ટીપીમાં ઉપલબ્ધ થયેલા વેંચાણ અર્થેના પ્લોટ વેંચીને તિજોરી ભરવાનું કામ છેલ્લા 10 વર્ષથી કરવામાં આવી રહ્યુ છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા 17 પ્લોટ વેંચી રૂા.422 કરોડની આવક કરવામાં આવી હોવાનું જનરલ બોર્ડમાં જણાવવામાં આવ્યું છે.

મહાનગરપાલિકાએ છેલ્લા 10 વર્ષ દરમિયાન 422 કરોડ રૂપિયાની જમીન વેંચી હોવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં વેસ્ટ ઝોનમાં નાનમવા, રૈયા, મોટામવા અને મવડીમાં 7 પ્લોટ વેંચવામાં આવ્યા છે. તેવી જ રીતે સન્ટ્રલઝોનમાં 4 પ્લોટ અને ઇસ્ટઝોનમાં 6 પ્લોટ વેંચી ખર્ચ કાઢવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધીમાં તમામ પ્લોટ જાહેર હરરાજી તથા પ્રાઇવેટ કંપનીઓ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી બજાર કિંમત મુજબ જમીનો વેંચવામાં આવી છે. જેમાં એચપીસીએલ, જીએસએફસી, જેટકો, ડીમાર્ટ સહિતનાને જમીનનું વેંચાણ કર્યુ છે.. એચપીસીએલને પાંચ સ્થળે તથા જેટકોને ચાર સ્થળે અને જીએસએફસીને એક સ્થળે તેમજ ડીમાર્ટને બે સ્થળે જમીન વેંચવામાં આવી છે.

મનપાના એસ્ટ્રેટ વિભાગ દ્વારા વેંચાણની જમીન માટે આ વિસ્તારમાં ચાલતા બજાર ભાવ જાણીયા બાદ અપસેટ પ્રાઇઝ પ્રતિ ચોરસ મીટર દીઠ નક્કી કરવામાં આવે છે અને પ્રાઇવેટ કંપનીઓ માટે ટેન્ડર બહાર પાડી ઉચ્ચા ભાવ ભરનારને જમીન ફાળવામાં આવે છે અને આ પધ્ધતિથી જાહેર હરરાજી યોજવામાં આવે છે. અપસેટ પ્રાઇઝ મુજબ હરરાજીની બોલી શરૂ કરી હરરાજીમાં ઉપસ્થિત પાર્ટી દ્વારા વધુ ભાવ ભરનારને જમીનનું વેંચાણ કરવામાં આવે છે.

વેચાણ થયેલ સ્થળ અને ટીપી સ્કીમ નંબર
મનપાએ 10 વર્ષ દરમિયાન જમીનોનું વેંચાણ કરે છે. જેમાં ટીપી સ્કીમ નંબર 4 રૈયા, 3 પ્લોટ તથા ટીપી 10 મોટા મવા, એક પ્લોટ, ટીપી 26 મવડી, 1 પ્લોટ, ટીપી 3, નાના મવા, 1 પ્લોટ તેમજ ટીપી 24 અને 9, 2 પ્લોટ તથા ટીપી 4, 1 પ્લોટ તેમજ રેસકોર્ષ રીંગરોડ અને રામનાથપરામાં 2 પ્લોટ તથા ટીપી સ્કીમ નંબર 10, 1 પ્લોટ તથા ટીપી સ્કીમ 12, 3 પ્લોટ, ટીપી સ્કીમ નંબર 13, 1 પ્લોટ અને ટીપી સ્કીમ નંબર7, 1 પ્લોટ તેમજ નાના મવા સર્કલ ખાતે હરરાજીથી વેંચવામાં આવેલ પ્લોટના પૈસા સમય સર ન આવતા ખરીદારની ડીપોઝીટ જપ્ત કરી વેંચાણ કરાર રદ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *