NEET-UGની પરીક્ષાની સુરક્ષા અર્ધલશ્કરી દળોના હવાલે

  રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષા કરાઈ ગુજરાત સહીત દેશભરમાં આગામી 21 જૂનના રોજ યોજાનારી NEET-UG…

 

રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષા કરાઈ

ગુજરાત સહીત દેશભરમાં આગામી 21 જૂનના રોજ યોજાનારી NEET-UG પરીક્ષાને સંપૂર્ણપણે નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને સુચારૂૂ રૂૂપે સંપન્ન કરાવવા માટે ગુજરાત પોલીસે મલ્ટી-લેયર સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષા કરી હતી. રાજકોટ સહીત ગુજરાતભરમાં NEET-UG પરીક્ષાની સુરક્ષાનો હવાલો અર્ધલશ્કરી દળોને સોપવામાં આવ્યો છે.રાજકોટમાં 12 સેન્ટર ખાતે યોજાનાર NEET-UG પરીક્ષા માટે સુરક્ષા વ્યવસ્થા અધિકપોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિકના સુપરવિઝન હેઠળ સ્થાનિક પોલીસ સાથે અર્ધલશ્કરી દળોની 12 કંપની તૈનાત કરવામાં આવશે તેમજ રાજકોટમાં NEET-UG પરીક્ષાના પેપરો આવી ગયા છે જેને સ્ટ્રોંગરૂૂમ ખાતે રાખવામાં આવ્યા હોય ત્યાં પણ સ્થાનિક પોલીસ સાથે અર્ધલશ્કરી દળોને તૈનાત કરી 24 કલાક પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NEET-UG ની તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યવ્યાપી વિડિયો કોન્ફરન્સ યોજી હતી. તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ વડાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યભરમાં ગઊઊઝ પરીક્ષાનું સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગઊઊઝ સંબંધિત કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે ઈંૠઙ (કાયદો અને વ્યવસ્થા) મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ફોટોકોપી અને ઝેરોક્સ કેન્દ્રો પર કડક નજર રાખવા તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ની તમામ માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.
પોલીસ એકમોને ઉમેદવારોની સઘન પરંતુ સંવેદનશીલ ચકાસણી કરવા, ખાસ કરીને મહિલા ઉમેદવારો સાથે ગૌરવપૂર્ણ અને સંવેદનશીલ વર્તન રાખવા તેમજ માતા-પિતા અને વાલીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર જાળવવા સૂચના આપવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ તથા અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોના સુરક્ષિત જમા કરાવવાની અલગ વ્યવસ્થા કરવા પણ આદેશ આપવામાં આવ્યા હતા.
21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવવામાં આવતો હોવાથી, ડીજીપીએ તમામ પોલીસ એકમોને યોગ દિવસના કાર્યક્રમો અને ગઊઊઝ પરીક્ષાની ફરજો માટે અલગ-અલગ માનવબળ ફાળવવા સૂચના આપી હતી, જેથી પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. આ તમામ પગલાંઓનો મુખ્ય હેતુ ગઊઊઝ પરીક્ષાનું નિષ્પક્ષ, સુરક્ષિત અને વિક્ષેપ રહિત આયોજન સુનિશ્ચિત કરવાનો છે, સાથે જ સમગ્ર રાજ્યમાં સુરક્ષા અને કાયદાના અમલની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે.

રાજકોટમાં 12 સેન્ટર ખાતે યોજાનાર NEET-UG પરીક્ષા માટે સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી અધિકપોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિકના સુપરવિઝન હેઠળ ગોઠવવા માં આવી છે. જેમાં પરિક્ષા કેન્દ્રો ખાતે સ્થાનિક પોલીસ સાથે અર્ધલશ્કરી દળોની 12 કંપની તૈનાત કરવામાં આવશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીના અધિકારીઓ પરીક્ષા પૂર્વે કેન્દ્રોની મુલાકાત લેશે
પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તમામ યુનિટ વડાઓને 20 જૂનના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત રીતે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી હતી. રાજ્યભરમાં પરીક્ષા સામગ્રીની ગોપનીય હેરફેરને ધ્યાનમાં રાખીને 19થી 21 જૂન દરમિયાન સઘન રાત્રિ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવશે. સાથે જ, અફવાઓ, ભ્રામક માહિતી અને પરીક્ષા પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાના પ્રયાસોને રોકવા માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ વધુ સક્રિય કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *