બોર્ડના 173 પરીક્ષા કેન્દ્ર આસપાસ 100 મીટરમાં 144ની કલમ

તા.27/02/2025 થી તા.17/03/2025 સુધી ઘો.10 અને 12ની પરીક્ષા કેન્દ્રો આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાજકોટમાં આગામી તા.27/02/2025 થી તા.17/03/2025 સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ…

તા.27/02/2025 થી તા.17/03/2025 સુધી ઘો.10 અને 12ની પરીક્ષા કેન્દ્રો આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રાજકોટમાં આગામી તા.27/02/2025 થી તા.17/03/2025 સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા એસએસસી અને એચએસસીની પરીક્ષા શરૂૂ થનાર હોય રાજકોટ શહેરના અલગ અલગ 173 પરિક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર બોર્ડની પરિક્ષાને લઇને પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પરિક્ષા કેન્દ્રો (શાળાઓ)ના કંપાઉન્ડમા તેમજ તેની ચારેય બાજુ 100 મીટરની ત્રીજયાના વિસ્તારમાં સવારે 8 થી સાંજે 7:30 કલાક સુધી ચારથી વધુ માણસો ભેગા થવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.

આગામી તા.27/02/2025 થી તા.17/03/2025 સુધી જાહેર રજાના દિવસો સિવાયના દિવસો દરમ્યાન એસ.એસ.સી./એચ.એસ.સી. સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ જાહેર પરીક્ષા, રાજકોટ શહેરની જુદી-જુદી શાળાઓમાં કુલ- 173 પરીક્ષા કેન્દ્રો ઉપર લેવામાં આવનાર છે, જેમાં તા.27/02/2025, તા.01/03/2025, તા.03/03/2025, તા.05/03/2025, તા.06/03/2025, તા.08/03/2025, તા.10/03/2025 સુધી દરરોજ સવારે કલાક 10/00 થી કલાક 13/15 વાગ્યા સુધી એસ.એસ.સી.ની પરીક્ષા કુલ-96 પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાનાર છે. તથા તા.27/2 થી તા 17/03/2025 સુધી સવારે 10/30 થી કલાક થી 1/45 વાગ્યા સુધી તથા બપોરે કલાક 3 થી કલાક સાંજે 6:15 વાગ્યા સુધી એચ.એસ.સી.(સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા કુલ-55 પરીક્ષા કેન્દ્રો ઉપર તેમજ એચ.એસ.સી.(વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા કુલ-22 પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાનાર હોય જેમાં પરીક્ષાર્થીઓ કોઇપણ જાતની ખલેલ ન પહોચે અને શાંત વાતાવરણમાં પરિક્ષા યોજાય તથા પરીક્ષા દરમ્યાન કોઇ ગેરકાયદેસરની પ્રવૃતિ ન થાય તે હેતુ થી તા.27/02/2025 થી તા.17/03/2025 સુધી રવિવારની જાહેર રજાના દિવસ સિવાય સવારે 8 થી કલાક સાંજે 7:30 સુધી પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડમા તેમજ તેની ચારેય બાજુ 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં ચાર વ્યક્તિઓ એ ભેગા થવા ઉપર પ્રતિબંધ સાથે અન્ય પ્રતિબંધ લગાવ્યા છે જેમાં શાળાઓ (કેન્દ્રો)માં વાહન લઈ જઈ શકશે નહી કે લાવશે નહી,ડી.જે/ લાઉડ સ્પીકર વગાડી શકશે નહી કે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન લઇ જઇ શકશે નહી. તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની 100 મીટરની ત્રીજયામાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી.

પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનીક સાધનો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જવા નહી તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવા નહી.પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોકસાઇ પુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત શાળાના (પરીક્ષા કેન્દ્રો) બિલ્ડીંગમાં પ્રવેશ કરી શકશે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *