ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-1 (ટેટ)ની પરીક્ષા રાજકોટ શહેરમાં કુલ-79 કેન્દ્રો ખાતે તા.21/12/2025 ના રોજ સવારના કલાક.12/00 થી કલાક. બપોરે 2 વાગ્યા સુધી તેમજ ગુજરાત ગૌણ સવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પ્લાનીંગ આસીસ્ટન્ટ ની પરીક્ષા રાજકોટ શહેરમાં કુલ-02 કેન્દ્રો ખાતે બપોરના કલાક-3 થી કલાક-6 વાગ્યા દરમ્યાન લેવાનાર હોય જેને લઇ પરિક્ષા કેન્દ્રો ખાતે પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરિક્ષા કેન્દ્ર આસપાસ 100 મીટરની ત્રિજીયાના વિસ્તારમાં 4 થી વધુ લોકોએ ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓ કોઇપણ જાતની ખલેલ વિના પરીક્ષા મુકત અને શાંત વાતાવરણમાં આપી શકે તેમજ બહારના કોઇ તોફાની તત્વો આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપતા વિધાર્થીઓને ખલેલ પહોંચાડે નહી તથા પરીક્ષા દરમ્યાન કોઇ ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી તે માટે તા.21/12/2025 ના રોજ સવારે 9:30 થી સાંજે 7 વાગ્યા સુધી શહેરના જે પરીક્ષા કેન્દ્ર (શાળા) માં પરીક્ષા લેવાનાર છે. તે કેન્દ્ર (શાળા) ના કંપાઉન્ડમા તેમજ તેની ચારેય બાજુની 100 મીટરની ત્રિજીયાના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પડે તે માટે કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થશે નહી કે શાળામાં પ્રવેશ કરશે નહી કે વાહન લઈ જઈ શકશે નહી કે લાવશે નહી કે ચારથી વધુ માણસો ભેગા થશે નહી કે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન લઇ જઇ શકે નહી તેમજ ઝેરોક્ષ મશીનો બંધ રાખવા વિગેરે બાબતોને લઇને પ્રતિબંધ મુકવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
