કંડલા પોર્ટમાં ચોરીની બીજી ઘટના, 8.07 લાખના વાયરની ચોરી

રેલવે ઇલેક્ટ્રિકનાં કામ માટે લગાવેલા રૂા. 8,07,408ના કોપર કેટેનરી ક્ધટેકટ વાયરની તસ્કરોએ ચોરી કરી હતી. એનર્જી ગ્લોબલ ઇન્ફ્રા પ્રા. લિમિટેડ કંપનીમાં સ્ટોરેજ ઇન્ચાર્જ તરીકે ફરજ…

રેલવે ઇલેક્ટ્રિકનાં કામ માટે લગાવેલા રૂા. 8,07,408ના કોપર કેટેનરી ક્ધટેકટ વાયરની તસ્કરોએ ચોરી કરી હતી. એનર્જી ગ્લોબલ ઇન્ફ્રા પ્રા. લિમિટેડ કંપનીમાં સ્ટોરેજ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ઉત્પલકુમાર વિનોદકુમારે કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આ કંપની કંડલા જેટી પોર્ટ બર્થ લાઇન પર રેલવે ઇલેક્ટ્રિફિકેશનનું કામ કરી રહી છે.

પોર્ટમાં ચોરીનો પ્રથમ બનાવ તા. 25-6ના બન્યો હતો. સિકયુરિટી ઇન્ચાર્જને જાણ થઇ હતી કે રેલવે લાઇનના થાંભલા પરથી વાયર ગાયબ છે. તપાસ કરતાં પોર્ટ રેલવે ટ્રેક ચેનેજ 00/21થી 0024 સુધીના વિસ્તારમાં વાયર ચોરાયો હતો. બીજો બનાવ તા. 28-6ના બન્યો હતો. પહેલી ચોરીની શાહી સુકાઇ નહોતી ત્યાં તસ્કરોએ ફરી અંજામ આપ્યો હતો. તસ્કરોએ કુલ્લ રૂા. 8,07,408ના વાયરની ચોરી કરી હતી તેમજ 4360 મીટર વાયર કાપીને ભારે નુકસાન પહોંચાડયું હતું. વાયર કાપવા એ સામાન્ય ચોરનું કામ નથી. આમાં ટેકનિકલ જાણકારી ધરાવતી ગેંગ સાથે જાણભેદુ માણસોની મિલીભગત હોવાની આશંકા સેવાઇ રહી છે. પોલીસે તપાસ હાથ ધરી છે, પણ તસ્કરો અને ભંગારના વેપારીઓની સીધી લિન્ક વગર આટલી મોટી ચોરી શક્ય નથી ત્યારે પોલીસ તપાસ કયાં સુધી પહોંચશે તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *