લોહાનગરમાં ઝૂંપડપટ્ટી બનાવી પેશકદમી કરનાર લોકોની બીજી અપીલ પણ રદ

અત્રે ગોંડલ રોડ ઉપર આવેલ લોહાનગરની ઝુંપડાઓની પેશકદમી મામલે ઝૂંપડપટ્ટીવાળાઓની સેક્ધડ અપીલ પણ રદ કરવાના હાઇકોર્ટના ચુકાદાને પગલે હવે લોહાનગરની ઝુંપડપટ્ટી ખાલી થશે તેમ મનાય…

અત્રે ગોંડલ રોડ ઉપર આવેલ લોહાનગરની ઝુંપડાઓની પેશકદમી મામલે ઝૂંપડપટ્ટીવાળાઓની સેક્ધડ અપીલ પણ રદ કરવાના હાઇકોર્ટના ચુકાદાને પગલે હવે લોહાનગરની ઝુંપડપટ્ટી ખાલી થશે તેમ મનાય રહ્યું છે.

આ અંગેની હકીકત મુજબ, રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળની સામે આવેલા લોહાનગરની ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ સ્વ. અનુપ મોહનલાલ પારેખની જમીનમાં પેશકદમી કરી ઝુંપડાઓ બાંધ્યા હોય, આ ઝુંપડપટ્ટી ખાલી કરાવવા માટે અનુપ પારેખે રાજકોટની સિવિલ કોર્ટ સમક્ષ કરેલ દાવો રદ થયો હતો. જેથી સિવિલ કોર્ટના આ હુકમ સામે અનુપ મોહનલાલ પારેખના વારસોએ ડિસ્ટ્રિકટ કોર્ટ રાજકોટ સમક્ષ અપીલ દાખલ કરી હતી, જે અપીલના કામમાં મૂળ દાવામાં રજુ થયેલ પટેલ બાવા કરસન તથા પંડયાભાઈ એડવોકેટ અને અનુપ મોહનલાલ વચ્ચેનું સમાધાન ડિસ્ટ્રિકટ કોર્ટે માન્ય કરેલ છે.

જે કામમાં ઝૂંપડપટ્ટી ખાલી કરવાનું હુકમનામું થયેલ જે હુકમનામાં સામે જયુભાઈ જેઠાભાઇ મહેતા, જાદવભાઈ ભોળાભાઈ રાજપરા વગેરે 24 વ્યક્તિઓએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સેક્ધડ અપીલ દાખલ કરી હતી. જે અપીલ પણ ગુજરાત હાઇકોર્ટે રદ્દ કરી છે.

હાઇકોર્ટના અપીલ રદ કરવાના હુકમના પગલે હવે લોહાનગરની ઝૂંપડપટ્ટી ખાલી કરવાનું ક્ધફર્મ થયેલ છે અને પટેલ બાવાભાઈ કરસનભાઈ અને પંડયાભાઈ એડવોકેટ દ્વારા જગ્યાનું સમાધાન ક્ધફોર્મ રહેલ છે. તેથી હવે લોહાનગરની ઝુંપડપટ્ટીવાળી જગ્યા ખાલી થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
આ કામમાં રિસ્પોન્ડન્ટસ વતી રાજકોટના સિનિયર એડવોકેટ જનકકુમાર આર પંડયા, વત્સલ જનકકુમાર પંડયા, અજયભાઇ ડી. પીપળીયા, કરણભાઇ પડિયા, સલોની કે. પડિયા, રત્નાબેન દોશી, જયદીપભાઈ ડાભી એડવોકેટ્સ તરીકે કાર્યવાહી સંભાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *