ભાવનગરમાં અશાંતધારાની ફાઈલો મંજૂર કરાવવાના બહાને તોડ કરતો SDMનો ડ્રાઈવર ઝડપાયો

ભાવનગર શહેરમાં અનેક વિસ્તારોમાં અશાંતધારો અમલી છે, ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીમાં અશાંતધારાની ફાઈલો મંજૂર કરાવવાના બહાને મોટા પાયે ’તોડ’ (ભ્રષ્ટાચાર) થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં…

ભાવનગર શહેરમાં અનેક વિસ્તારોમાં અશાંતધારો અમલી છે, ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીમાં અશાંતધારાની ફાઈલો મંજૂર કરાવવાના બહાને મોટા પાયે ’તોડ’ (ભ્રષ્ટાચાર) થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ કૌભાંડમાં ઈંઅજ અધિકારી પ્રતિભા દહિયાના ડ્રાઈવર મોમીન નામના શખ્સ સામે ગુનો નોંધાયો છે. પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી છે.ભાવનગર શહેરના કેસન્ટ સર્કલ પાસેની એક મિલકતમાં અશાંતધારો લાગુ પડતો હોવાથી તેની મંજૂરી માટે મોમીને રૂૂ.10 લાખનો તોડ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ વ્યવહારને લગતા કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

20 દિવસ પહેલા બનેલી આ ઘટનાએ સમગ્ર ભાવનગર શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. અગાઉ પોલીસે આ મામલે મિલકત વેચનાર અને ખરીદનાર બંને વિરુદ્ધ અશાંતધારાની કલમો મુજબ કેસ દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.

જોકે, મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે IAS અધિકારી પ્રતિભા દહિયાએ પોતે જ આગળ આવીને પોતાના ડ્રાઈવર મોમીન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોમીને ઓફિસના અગત્યના કાગળો કેવી રીતે બહાર મેળવ્યા અને તેમના નામે તોડબાજી કરી તે તપાસનો વિષય છે.
પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી મોમીનને હસ્તગત કરી લીધો છે અને બપોર બાદ તેની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી.

કલેક્ટર કચેરીમાં ચાલતા આ તોડકાંડમાં 20 દિવસ બાદ ડ્રાઈવરની ધરપકડ થતા હવે પોલીસ તપાસમાં અન્ય કયા મોટા માથાઓના નામ બહાર આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. સ્થાનિકોની માંગ છે કે આ ગુનાના મૂળ સુધી પહોંચીને તમામ સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *