ગુજરાત સરકારે જૂના વાહનોને સ્ક્રેપ કરાવવા અને નવા વાહનોની ખરીદી માટે વાહનમાલિકોને પ્રોત્સાહિત કરવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણય મુજબ પાત્ર જૂનું વાહન અધિકૃત રીતે સ્ક્રેપ કરાવ્યા બાદ મળતા Certificate of Deposit (COD)ના આધારે નવા વાહનની નોંધણી સમયે મોટર વ્હીકલ ટેક્સમાં 50 ટકા સુધીની રાહત મળી શકશે. આ નિર્ણયનો હેતુ જૂના અને વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનોને રસ્તા પરથી દૂર કરીને વાહન સ્ક્રેપિંગને પ્રોત્સાહન આપવાનો છે.
બંદરો અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા જાહેર કરાયેલી જોગવાઈ મુજબ Emission Standards Bharat Stage-I (BS-I) અને તેનાથી અગાઉના ધોરણો પ્રમાણે ઉત્પાદિત ટ્રાન્સપોર્ટ તથા નોન-ટ્રાન્સપોર્ટ વાહનોને આ લાભ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત BS-II ધોરણ પ્રમાણે ઉત્પાદિત તમામ મધ્યમ અને ભારે માલવાહક મોટર વાહનો તેમજ તમામ મધ્યમ અને ભારે પેસેન્જર મોટર વાહનો માટે પણ ક્ધસેશનની જોગવાઈ કરવામાં આવી છે. એટલે પાત્ર જૂના ઉત્સર્જન ધોરણ ધરાવતા વાહનને અધિકૃત રીતે સ્ક્રેપ કરાવનાર માલિકને નવા વાહનની નોંધણી વખતે ટેક્સમાં રાહત મળી શકે છે.
આ નિર્ણયમાં Certificate of Deposit (COD) મહત્વપૂર્ણ રહેશે. પાત્ર જૂનું વાહન અધિકૃત રીતે સ્ક્રેપ કરાવ્યા બાદ વાહનમાલિકને COD મળશે. નવા વાહનની નોંધણી સમયે આ COD રજૂ કરવાનું રહેશે અને તેના આધારે લાગુ નિયમો મુજબ મોટર વ્હીકલ ટેક્સમાં ક્ધસેશન આપવામાં આવશે. સરકારની આ પહેલથી જૂના વાહનને લાંબા સમય સુધી ચલાવવાને બદલે સ્ક્રેપ કરીને નવું વાહન ખરીદવા માટે આર્થિક પ્રોત્સાહન મળશે. ખાસ કરીને જૂના કોમર્શિયલ વાહનોના માલિકો માટે નવા વાહનની ખરીદી વખતે મળતી ટેક્સ રાહત મહત્વપૂર્ણ બની શકે છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સ્ક્રેપ વાહન સામે અગાઉથી COD ના આધારે ટેક્સ ક્ધસેશનનો લાભ લેવામાં આવ્યો હોય, તો એ જ વાહન સામે ફરીથી આ જોગવાઈ હેઠળ ક્ધસેશન મેળવી શકાશે નહીં. આમ, સરકારની નવી પહેલ જૂના વાહનના સ્ક્રેપિંગથી લઈને નવા વાહનની ખરીદી સુધીની પ્રક્રિયાને આર્થિક પ્રોત્સાહન સાથે જોડે છે. પાત્ર વાહનમાલિકો માટે પ્રક્રિયા સરળ રીતે સમજીએ તો-જૂનું વાહન અધિકૃત રીતે સ્ક્રેપ કરાવો, ઈઘઉ મેળવો, નવું વાહન ખરીદો અને નિયમો મુજબ મોટર વ્હીકલ ટેક્સમાં 50 ટકા સુધીની રાહત મેળવો.
