રાવકીમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ જિંદગી ટૂંકાવી લીધી
શહેરમાં ભગવતીપરામાં રહેતા અને પાન બીડીની વેચવાની ફેરી કરતા આઘેડએ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે બીડવીઝન પોલીસે તપાસ કરતા તેની પાસેથી એક સ્યુસાઈટ નોટ મળી આવી હતી જેમા તેને મરજીથી આ પગલુ ભરી લીધાનુ અને મારા પરીવારને ફાયનાન્સરોથી બચાવજો લખી આ પગલુ ભરી લીધાનુ બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં રહેતા દેવશંકરભાઈ રામજીભાઈ મહેતા નામના 45 વર્ષના આધેડ પોતાના પોતાના ઘેર હતા. ત્યારે પંખામાં ચુંદડી બાધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા તેના પરીવારે તેને ઉતારી સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
પરંતુ આધેડનુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજયુ હતુ. આધેડના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. બનાવને પગલે બીડવીઝન પોલીસ મથકના જમાદાર કેસી સોઢા સહીતના સ્ટાફે તપાસ કરતા એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમા આ મારી મરજીથી હુ આ પગલુ ભરી લીધાનુ અને મારા પરીવારને ફાયનાન્સરોથી બચાવજો. બનાવને પગલે પોલીસે સ્યુસાઈટ નોટ કરજે કરી વધુ કાર્યવાહી કરી છે.
જયારે બીજા બનાવમાં લોધીકાના રાવકીગામે ચાર ટ્રેક નામના કારખાનામાં કામ કરતો અને કારખાનાની ઓરડીમાં રહેતો અજય કુમાર સુરેન્દ્ર કુમાર કાઠેરીયા (ઉ.20) એ પોતાના ઘેર પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
પાડોશની ઓરડીમાં રસોઈ બનાવી રૂૂમમા આવતા પતિને લટકતો જોઈ દેકારો કરતા પાડોશના લોકો એકઠા થઈ ગયા હતા. યુવકને ઉતારી સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો જેનુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા લોધીકાના જમાદારા પીયુશભાઈ રામાણી સહીતના સ્ટાફે તપાસ કરતા મુળ યુપીના અને હાલ રાવકી ગામે રહેતો અજય કુમાર અને તેની પત્ની રહેતા હોય કામે આવી રસોઈ બાબતે દંપતિ વચ્ચે ઝઘડો થતા લાગી આવતા આ પગલુ ભરી લીધાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
