નગરપાલિકાનો રેકોર્ડ ગૂમ કરવાના આક્ષેપ બાદ સાવરકુંડલા ચીફ ઓફિસરને પાણીચુ

સાવરકુંડલા નગરપાલિકામા ભુતકાળમા થયેલા ભ્રષ્ટાચારનુ પાપ છાપરે ચડીનુ પોકાર્યુ છે અને ભ્રષ્ટાચાર છાવરી રેકર્ડ ગુમ કરવાનો જેના પર આક્ષેપ હતો તે ચીફ ઓફિસર એચ.પી.બોરડને આજે…

સાવરકુંડલા નગરપાલિકામા ભુતકાળમા થયેલા ભ્રષ્ટાચારનુ પાપ છાપરે ચડીનુ પોકાર્યુ છે અને ભ્રષ્ટાચાર છાવરી રેકર્ડ ગુમ કરવાનો જેના પર આક્ષેપ હતો તે ચીફ ઓફિસર એચ.પી.બોરડને આજે પ્રાદેશિક કમિશ્નરે તાત્કાલિક અસરથી ફરજમાથી છુટા કરી દીધા હતા. વર્ષ 2021ના માર્ચ માસથી લઇ સપ્ટેમ્બર 23ના સમયગાળા દરમિયાન સાવરકુંડલા નગર પાલિકામા વ્યાપક પ્રમાણમા ભ્રષ્ટાચાર કરવામા આવ્યો હતો. પાલિકામા ભાજપનુ જ શાસન હતુ અને શહેર ભાજપના પુર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે જવાબદારો સામે ભાવનગરના પ્રાદેશિક કમિશ્નર તથા ગાંધીનગરના કમિશ્નર સુધી રજુઆત કરી હતી.

જો કે આ રજુઆત બાદ યોગ્ય કાર્યવાહી ન થતા આ પ્રકરણ હાઇકોર્ટમા પણ લઇ જવાયુ હતુ. આ મુદે હવે ભાવનગરના પ્રાદેશિક કમિશ્નરે સાવરકુંડલા નગર પાલિકાના ચીફ ઓફિસર એચ. પી. બોરડને તાત્કાલિક અસરથી તેમની ફરજમાથી છુટા કરી દીધા છે. એચ.પી.બોરડ અગાઉ નાયબ કાર્યપાલક ઇજનેર (સિવીલ) તરીકે ફરજ બજાવતા હતા. અને નિવૃત થયા બાદ તેમને ચીફ ઓફિસરના પદ પર કરારથી લેવામા આવ્યા હતા. પરંતુ ભ્રષ્ટાચાર અને સરકારી રેકર્ડ ગુમ કરવાના આક્ષેપ બાદ તપાસના અંતે કરાર પુર્ણ થાય તે પહેલા જ તેમને આજે છુટા કરી દેવામા આવ્યા હતા. સાવરકુંડલા પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ જાફરાબાદના ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામીને અપાયો છે. નગરપાલિકાના પુર્વ પ્રમુખના ભ્રષ્ટાચારને છાવરી રેકર્ડ ગુમ કર્યાનો આક્ષેપ થયો હતો સાવરકુંડલામા ડમ્પીંગ યાર્ડની બનાવવામા આવેલી દિવાલનુ કામ તદન નબળુ થયુ હતુ. જે અંગે રજુઆત બાદ તપાસ કરવામા આવી હતી અને 89 લાખની રીકવરીનો હુકમ પણ કરવામા આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એચ.પી.બોરડ પહેલા કુંડલામા ચીફ ઓફિસર તરીકે જે.પી.હિરપરા ફરજ બજાવતા હતા. અને તેમના પર ખોટુ કરવા દબાણ થતુ હોય તેમણે પોતાના હોદા પરથી રાજીનામુ આપી દીધુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *