VGRCમાં રજૂ થયેલા “સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન”માં જાહેરાત
11 લાખ કરોડના રોકાણની જરૂર, 20 ટકા રકમ ગુજરાત સરકાર આપશે
સૌરાષ્ટ્ર પ્રદેશને દેશના સૌથી મોટા મલ્ટી સેક્ટર મેન્ચુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તરીકે વિકસાવવાની જાહેરાત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં રજૂ થયેલા સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન (SaER)માં કરવામાં આવી હતી.
મારવાડી યુનિ. ખાતે સંપન્ન થયેલી વી.જી.આર.સી.માં SaER અંગેના મુખ્ય થીમેટિક સત્રમાં વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ અગ્રણીઓ, ડેવલપર્સ, પોલિસી મેકર્સ તેમજ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્ર સાથે જોડાયેલા 80થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.
આ સેમિનારમાં મોટા પાયે મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તૈયાર કરવાના ગુજરાત સરકારના વ્યુહાત્મક લક્ષ્ય પર ભાર મુકવામાં આવ્યો હતો. ભારતને વર્ષ 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વિકસિત ગુજરાત2047ના વિઝનને સાકાર કરવા માટે વર્ષ 2030 સુધીમાં બે ટ્રિલિયન યુ.એસ. ડોલરના નિકાસનો રાષ્ટ્રીય લક્ષ્યાંક રખાયો છે. જેને હાંસલ કરવા ઉદ્યોગોમાં સ્પર્ધાત્મકતા, નિકાસલક્ષી વિકાસ અને પ્રદેશોની આર્થિક કાયાપલટને મહત્વના ગણાવાયા છે.
પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારે પ્રેઝેન્ટેશનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ગ્રીટ (GRIT) દ્વારા નોલેજ પાર્ટનર પ્રાઇઝવોટરહાઉસકૂપર પ્રા.લિ.ની સહાયથી આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રનો જીડીપી નાણાકીય વર્ષ 202324માં રૂૂ. 3.8 લાખ કરોડ હતો અને વર્ષ 204647 સુધીમાં તેમાં 15 ગણો વધારો કરીને રૂૂ. 57.6 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. જેમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર મુખ્ય રહેશે. SaERના વિકાસ માટે મુખ્ય ચાર પ્રાથમિક ક્ષેત્રોને લક્ષ્યમાં રાખવામાં આવ્યા છે. જેમાં નોન-મેટાલિક મિનરલ્સ (સિરામિક્સ), ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ ગુડ્સ તથા પર્યટનનો સમાવેશ થાય છે.
ઉપરાંત, ઉત્પાદન આધારિત વૃદ્ધિને ગતિ આપવા માટે SaER માટે સાત મહત્વાકાંક્ષી (બિગ-ટિકિટ) પ્રોજેક્ટ્સ પણ નક્કી કરવામાં આવ્યા છે: જેમાં (1) સૌરાષ્ટ્રને દેશના સૌથી મોટા બહુ-ક્ષેત્રીય નિકાસ ઉત્પાદન હબમાંથી એક બનાવવું, (2) સૌરાષ્ટ્ર ડિફેન્સ ઇનોવેશન અને મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર, (3) રાજકોટ ખાતે મેગા ફૂડ પાર્ક અને એગ્રો ક્લસ્ટર, (4) પ્રાદેશિક એરોસિટી અને એમ.આઈ.સી.ઈ. સેન્ટર, (5) ભારતનો સૌથી મોટો ઈકો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, (6) ઉત્તર ગુજરાતમાં ઓ.ઈ.એમ. માટેનો સૌથી મોટો ઑટો પાર્ટ્સ હબ, અને (7) એન્જિનિયરિંગ તથા ટેકનોલોજી ક્ષેત્રો માટેનો નોલેજ ક્લસ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ, ઊર્જા વગેરે ક્ષેત્રો સંબંધિત 70થી વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ આયોજનના તબક્કે છે. આ તમામ માટે 2047 સુધી અંદાજે રૂૂ. 11 લાખ કરોડ જેટલા મૂડીરોકાણની જરૂૂર પડશે. તેમાંથી આશરે 20 ટકા જરૂૂરિયાત ગુજરાત સરકારના ભંડોળ દ્વારા પૂર્ણ થવાની ધારણા છે, જ્યારે બાકીના 80 ટકા રોકાણ ખાનગી ક્ષેત્ર (PPP), મલ્ટી લેટરલ સહાય, કેન્દ્ર સરકારના અનુદાન વગેરે જેવા અન્ય ભંડોળ સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવશે. 2047 સુધીમાં પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ક્ષેત્રોમાં કુલ મળીને અંદાજે 60 લાખ નવા રોજગાર સર્જાવાની આશા છે.
ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (ગ્રીટ)ના સી.ઈ.ઓ. અને ચેરપર્સન મતી એસ. અપર્ણા, આઈ.એ.એસ. (નિવૃત્ત)એ આ તકે જણાવ્યું હતું કે, સમગ્ર પ્રદેશના ઔદ્યોગિક વિકાસ માટે સૌરાષ્ટ્રના એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોએ પેઢીગત વ્યવસાયોમાંથી બહાર નીકળીને મોટા પાયે વિકસતા સાહસોમાં રૂૂપાંતરિત થવું જરૂૂરી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવે એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોને અપીલ કરી હતી કે તેઓ મોટા ઉદ્યોગોની સાથે ટકી રહેવા અને પ્રગતિ કરવા માટે સ્કેલ, ટેકનોલોજી અને સસ્ટેનેબિલિટી અપનાવે, જેથી સૌરાષ્ટ્રના ઔદ્યોગિક ક્લસ્ટરો સાચા અર્થમાં નિકાસ માટે સજ્જ બની શકે.
આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ અજય ભાદુએ પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન એ એક ગેમ-ચેન્જર પહેલ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ પ્લાન પ્રદેશની પરંપરાગત શક્તિઓનો ઉપયોગ કરવાની સાથે ઉચ્ચ મૂલ્ય ધરાવતા ક્ષેત્રોમાં વિવિધતા લાવશે, વૈશ્વિક રોકાણો આકર્ષશે અને લાંબા ગાળાની સ્પર્ધાત્મકતા માટે ટેકનોલોજી અને ટકાઉપણાને પ્રોત્સાહન આપશે. તેમણે રૂૂ. 25,060 કરોડના બજેટ સાથે શરૂૂ કરાયેલા નવા ‘એક્સપોર્ટ પ્રમોશન મિશન’ની માહિતી આપતા કહ્યું કે, છ વર્ષના આ પ્લાનનો ઉદ્દેશ્ય ખાસ કરીને એમ.એસ.એમ.ઈ. અને નવા નિકાસકારોની ક્ષમતા વધારવાનો છે. તેમણે જણાવ્યું, હવે સમય આવ્યો છે કે સૌરાષ્ટ્ર માત્ર સપ્લાયર તરીકે નહીં, પરંતુ સંપૂર્ણ સિસ્ટમ અને સોલ્યુશન પ્રોવાઇડર તરીકે પોતાનું સ્થાન મજબૂત કરે.
