સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની UG-PGના સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 162 કેન્દ્રો પરથી બેચલર અને માસ્ટર ડિગ્રીના સેમેસ્ટર-1ના 69,234 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂૂ થઈ છે, જેમાં 103 ઓબ્ઝર્વર ફરજ બજાવશે. બીએ સેમ. 1માં સૌથી…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 162 કેન્દ્રો પરથી બેચલર અને માસ્ટર ડિગ્રીના સેમેસ્ટર-1ના 69,234 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂૂ થઈ છે, જેમાં 103 ઓબ્ઝર્વર ફરજ બજાવશે. બીએ સેમ. 1માં સૌથી વધુ 21,913 તો બીકોમ સેમ. 1માં 19,651 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ ઉપરાંત બીબીએ સેમ. 1માં 6163 જ્યારે બીસીએ સેમ. 1માં 8336 પરીક્ષાર્થીઓ છે. જોકે આ વખતે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના લાઈવ ઈઈઝટ વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યા નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16મી જાન્યુઆરીથી સ્નાતક અને અનુસ્નાતકમાં અભ્યાસ કરતા સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂૂ થઈ ચૂકી છે. ત્યારે આ વખતે મકરસંક્રાંતિમાં વિદ્યાર્થીઓએ પતંગ ઉડાડવાને બદલે પુસ્તક લઈને વાંચવું પડ્યું હતું. જેમાં એકસાથે 69,234 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂૂ થઈ છે. જેથી તેમાં નિગરાણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરી દેવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર ઈઈઝટ તો છે જ પરંતુ તેમાં મોટાભાગે સેન્સેટિવ અને ગ્રામ્ય વિસ્તારના 162માંથી 103 પરીક્ષા કેન્દ્રો ઉપર ઓબ્ઝર્વર મોનિટરિંગ કરશે. આ સાથે જ દરેક ક્લાસમાં સુપરવાઇઝર પણ ફરજ બજાવશે. યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણી દ્વારા પરીક્ષામાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે યુનિવર્સિટીની તમામ પરીક્ષાના લાઇવ સીસીટીવી વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવતા હતા.

ત્યારબાદ વચ્ચે સિન્ડિકેટ સભ્યોના વિરોધને કારણે આ સીસીટીવી જાહેર કરવાનું બંધ કરાયું હતું, પરંતુ બાદમાં વિવાદ થતા ફરી આ સીસીટીવી શરૂૂ કરાયા હતા, પરંતુ હવે પરીક્ષા વિભાગના ઓએસડી નિલેશ સોની દ્વારા સર્વર ચેન્જ કરવાનું હોવાનું બહાનુ છેલ્લી બે પરીક્ષાથી આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે પરીક્ષામાં પણ સીસીટીવી જાહેર કરવામાં નથી આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *