સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શૈક્ષણિક સ્તર દિવસ અને દિવસે બગડી રહ્યું છે. એવો એક પણ મહિનો નહીં હોય કે જ્યાં યુનિવર્સિટી માં છબરડો સામે ન આવ્યો હોય. ત્યારે એમ.એડ સેમેસ્ટર ચારની પરીક્ષાનું પ્રથમ પેપર જ યુનિવર્સિટી મોકલતા ભૂલી ગઈ હતી જેના કારણે પરીક્ષાર્થીઓ હેરાન પરેશાન થયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની કામગીરી ઉપર અનેકવિધ પ્રશ્નો ઉભા થઈ ગયા છે. ત્યારે મહત્વનું એ છે કે, આજ દિન સુધી યોગ્ય ઉકેલ આવવો જોઈએ તે આવી શક્યો નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાઓના અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના કુલ 25 કોર્સની પરીક્ષાઓનો ગઈકાલથી વિધિવત પ્રારંભ થયો છે. રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગરના વિવિધ 125 કેન્દ્રો પરથી 51,836 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. એમ.એડ. સેમેસ્ટર 4ની પરીક્ષાના પ્રારંભે જ પ્રથમ પેપર મોકલતા જ યુનિવર્સિટી ભૂલી ગઈ હતી. જેને કારણે 155 વિદ્યાર્થીઓને હેરાનગતિ ભોગવવી પડી હતી. ટેક્નિકલ એજ્યુકેશન -2 નું પેપર હતું. યુનિવર્સિટી દ્વારા સર્વોદય કોલેજ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર પેપર ઈ મેઈલમાં મોડું મોકલવામાં આવ્યું હતું. જેને લીધે 2.30 વાગ્યાના બદલે 3.30 વાગ્યે પેપર શરૂૂ થયુ હતુ. જેને કારણે વિદ્યાર્થીઓને પેપર આપવા માટે એક કલાક વધુ આપવામાં આવી હતી. 3.30 વાગ્યે શરૂૂ થયેલું પેપર 6 વાગ્યે પૂરું થયું હતુ.
